Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બાકી વેરો વસુલાવા સદ્ગુરૂ કોમ્પ્લેક્ષની દુકાન નં.૪ની હરરાજી : ૯.૪૧ લાખ ઉપજ્યા

૧.પ૬ લાખનો વેરો બાકી હતો : ૯.ર૦ લાખથી બોલી શરૂ થયેલ : વિનોદભાઇ પોપટે સૌથી ઉંચી બોલી લગાવી દુકાન ખરીદી

રાજકોટ, તા. ૧૪ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા રૂ. ૧ લાખ થી વધુ નો વેરો બાકી રાખનાર બાકીદારોની મિલ્કતો જપ્તીમાં લઇ તેની હરરાજી કરી બાકી વેરો વસુલવાની ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજે સવારે સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં. રમાં આવેલા ''સદ્ગુરૂ કોમ્પ્લેક્ષ''માં એક દુકાનની જાહેર હરરાજી કરાઇ હતી. જેમાં દુકાનનાં રૂ. ૯.૮૧ લાખ ઉપયા હતાં.

આ અંગે સેન્ટ્રલ ઝોનનાં ટેકસ વિભાગનાં આસીસ્ટન્ટ મેનેજરશ્રીની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ.

વોર્ડ નં.રમાં આવેલ ''સદ્ગુરૂ કોમ્પ્લેક્ષ'' ગ્રા. ફલોર દુકાન નં. ૪ના બાકી માંગણા રૂ. ૧,પ૬,૦૦૦/- ની સામે જાહેર હરરાજીની કાર્યવાહી કરતા મીલ્કતની અપસેટ પ્રાઇઝ રૂ. ૯,ર૦,૦૦૦/- સામે કુલ પ વ્યકિતઓએ ભાગ લીધેલ જેમાં વિનોદભાઇ એચ. પોપટ એ સૌથી વધુ રૂ. ૯,૮૧,૦૦૦/-ની ઉંચી બોલી બોલીની મિલ્કત ખરીદેલ હતી.

ઉપરાંત અન્ય સ્થળોએ બાકી વેરાની રિકવરી કરાઇ હતી.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, ભરતભાઇ કાથરોટીયા વોર્ડ ઓફીસરશ્રી આરતીબેન નિંબાકે, કેતનભાઇ સંચાણિયા, હેમાન્દ્રીબા ઝાલા તથા ટેકસ ઇન્સ્પેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, ભરતભાઇ પીઠડીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

જયારે સામાકાંઠે ઇસ્ટઝોન વેરા વિભાગનાં આસી. મેનેજર એ.ડી. ખીમસુરીયા, કુંદન  પંડયા, હસમુખ કાથડિયા, ભરત રાઠોડ સહિતના ટેકસ વિભાગનાં સ્ટાફે, ભાવનગર રોડ, ગોવિંદબાગ, આર્યનગર, રણછોડનગર, મ્યુ. હુડકો વગેરે વિસ્તારોમાં ૧૦ મિલ્કતોમાં 'સીલ' ની કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. ૧ર.૭૩ લાખની વસુલાત કરી હતી.

(4:35 pm IST)