Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ડુંગળી - મગફળી જેવા કૃષિ ઉત્પાદનોનો વિધાનસભામાં પડઘો પાડતા ગોવિંદ પટેલ

રાજકોટ, તા.૧૪ : કૃષિ મંત્રીશ્રીના બજેટ માંગ અંગે બોલતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યંુ હતંુ કે મગફળીએ કાચા સોના સમાન છે. મગફળીનો છોડ એ કલ્પવૃક્ષની ગરજ સારે તેવો છોડ છે. જેના મુળ ડાંખળા અને પાન એ પશુના ચારામાં વપરાય છે. મગફળીના બીયા, તેલ પીનટ બટર વગેરે ખાવામાં વપરાય છે.

વધુમાં તેઓએ જણાવેલ કે મગફળીના દાણા જે રોજ ખાતા હોય તે હ્ય્દયરોગનો ભોગ બનતા નથી તેમજ કેન્સર જેવી બીમારી પણ મગફળી ખાનારથી દૂર રહે છે, અમેરિકાના બફેલો ખાતેની ન્યુયોર્ક સ્ટેટ યુનીના ડો.અનીક એવર્ડ, ડો.યેનીકન એથર્ટન, ડો.ટોમ પીટર્સને તેમના સંશોધનમાં જણાવ્યંુ છે, પરંતુ કેટલાક  વર્ષોથી મગફળી,  મગફળીનંુ તેલની સામે ખોટો પ્રચાર કરીને લોકોને સીંગતેલ ખાનારાની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જે પ્રકારે વિદેશથી આયાત થતુ પામતેલ ઉપર ઇમ્પોર્ટ ડયુટીમાં વધારો કરીને તેમજ ભેળસેળ કરનાર લોકો સામે કડક હાથે કામ લેવંુ જોઇએ.

સીંગતેલ, સીંગદાણાની નિકાસ અને કવોલીટી ઉપર પુરતુ ધ્યાન અપાય તો ખેડૂતોને પુરતા ભાવ મળી રહેશે અને સરકારે ટેકાના ભાવે ખરીદવાની આવશ્યકતા રહેશે નહી. કવોલીટી જાળવીને અને તે કવોલીટી બરાબર છે કે કેમ તેની સરકારી લેબમાં ટેસ્ટ થાય અને નિકાસ થાય તો કન્ટેનર રીજેકટ થવાના પ્રશ્ર પણ બનશે નહી અને ખરા અર્થમાં ખેડૂતોને તેના ભાવ મળી રહે.

તે જ રીતે ડંુગળી કયારેક ખેડૂતને રડાવે છે અને કયારેક મોંઘી થવાથી વાપરનારને રડાવે છે. ડંુગળીનો સ્વભાવજ રડાવવાનો છે પરંતુ ખાવામાં વપરાતી ડંુગળીએ પીળીપતી અને લાલ ડંુગળી ખાવામાં વપરાય છે. અને સફેદ ડંુગળીએ ડી હાઇડ્રેશન પ્લાન્ટમાં પાવડર બનાવીને એકસપોર્ટ થાય છે. દુનિયાના દેશોમાં ડંુગળીના પાવડરનો નિકાસ કરનાર દેશોમાં  ભારત અને ખાસ કરીને ગુજરાત ૨પ ટકા જેવો હિસ્સો ધરાવે છે. પ૦ ટકા હિસ્સો અમેરિકા ધરાવે છે અને બાકીના ૨પટકા માં દુનિયાના અન્ય દેશો માર્કેટનો અભ્યાસ કરીને જે નિકાસકારોને તે મુજબ ઇન્ડેન્ટ ટેન્ડર ભરવા પ્રેરણા આપવામાં આવે તો ડંુગળી પકવતા ખેડૂતોને પુરતા ભાવ મળી રહે અને એકસપોર્ટનંુ પુરતુ માર્કેટ પણ મળી રહે તેમ ગોવિંદભાઇ પટેલે અંતમાં જણાવેલ છે.

(4:49 pm IST)
  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST

  • રાજકોટ રાધામીરાં પાર્કમાં ડિમોલશન મામલે માથાકૂટ:મહિલાઓ અને પોલીસ વચ્ચે પથ્થરમારા ના દ્રશ્યો:બપોરે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું: ડીમોલેશન સમયે સામસામે પથ્થરમારો થયો:મહિલાઓએ કર્યા ઇંટના છુટા ઘા તો પોલીસે પણ ઇટ નો જવાબ પથ્થરથી આપ્યો access_time 1:06 am IST