Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હુકમનામા મુજબની લેણી રકમની વસુલાતના કેસમાં દેણદારને સીવીલ જેલમાં મોકલવા હુકમ

રાજકોટ તા. ૧૪ :.. હુકમનામા મુજબની ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાું. લી.ની લેણી રકમની વસુલાતની દરખાસ્તમાં દેણદાર લાખાભાઇ કલોત્રાની ધરપકડ બાદ સીવીલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં.

અરજદાર કંપની ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફાયનાન્સ કાું. લી.એ હુકમનામના દેણદાર લાખાભાઇ તેજાભાઇ કાલોત્રા રહે. ગુંદાળા, તા. જસદણ વાળાને વાહન લેવા માટે લોન આપેલ. આ કામના સામાવાળાએ સદરહું લોનના હપ્તા ન ભરતા આ કામના અરજદાર કંપની આરબીટ્રેશન એવોર્ડ પાસ કરાવેલ. જે મુજબ આ કામના સામાવાળા પાસે અરજદાર કંપનીના રૂ. ૪,૮૦,૪૩પ તથા તેની ઉપર તા. ર-૧ર-૧૪ થી તા. ૧-૬-૧૬ સુધીનું વ્યાજ રૂ. ૧,ર૯,૭૧૭ તથા ખર્ચના રૂ. ૧૪૦૦ મળી કુલ રૂ. ૬,૧૧,પપર લેણી રકમ છે. તેમજ ત્યાર પછી પણ  પુરેપુરી વસુલાત ન થાય ત્યાં સુધી વ્યાજ સહિતની લેણી રકમ વસુલાત માટે આ કામના અરજદાર કંપનીએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં દિવાની દરખાસ્ત નં. ર૯૬/૧૬ દાખલ કરેલ. જેની નોટીસ હુકમનામાના દેણદારને બજી ગયેલ.

છતાં અરજદાર કંપનીના હુકમનામા મુજબની લેણી રકમ દેણદારે ભરવાની દરકાર કરેલ નહીં. ત્યારબાદ દેણદારને જંગમ મીલ્કત જપ્તીનું વોરંટ પણ બજી ગયેલ તેમ છતાં પણ રકમ ન ભરાતા હુકમનામાના દેણદારને જેલમાં બેસાડવા સંબંધી તેમજ લેણી રકમની વસુલાત થાય તે પહેલા દેણદાર ભાગી જાય તેવી પુરતી શકયતા હોય, અને જો તેમ થાય તો અરજદારની કાયદેસરની લેણી રકમ ડૂબી જાય, તેવી શકયતા હોય, અરજદારે હુકમનામાના દેણદારને સીવીલ જેલમાં બેસાડવા સંબંધેની અરજી આપતા કોર્ટે તે સંબંધે દેણદારને તેઓને જેલમાં શા માટે ન બેસાડવા તે સંબંધે શો કોઝ નોટીસ પણ ઇસ્યુ કરેલ. જે નોટીસ પણ દેણદારને બજી ગયેલ. તેમ છતાં નામ. કોર્ટની નોટીસની અવગણના કરી દેણદાર કોર્ટમાં હાજર થયેલ નહી કે કોર્ટ સમક્ષ કોઇ રજૂઆત પણ કરેલ નહી. તેથી રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી પી. પી. પુરોહીતે દેણદારને અરજદારની લેણી રકમ વસુલાત ન આપેલ હોય તેઓને સીવીલ જેલમાં બેસાડવાનો હુકમ કરેલ. જે અન્વયે હુકમનામાના દેણદાર લાખાભાઇ તેજાભાઇ કાલોત્રા રહે. ગુંદાળા, તા. જસદણ વાળાને અટકાયત કરી રાજકોટની સીવીલ જેલમાં તા. ૯-૩-ર૦૧૮ ના રોજ પુરવામાં આવેલ. અને કંપનીઓમાંથી લોન લઇને હપ્તા ન ભરવાની લોકોની માનસીકતા તથા વર્તન સામે દાખલા રૂપ હુકમ કરી તથા તેની અમલવારી કરાવી નોંધવા લાયક દાખલો બેસાડી કોર્ટની ગરીમાને વધુને વધુ ઊંચાઇએ લઇ ગયેલ છે.અરજદાર કંપની વતી રાજેશ કે. પારેખ તથા કાજલ બી. ધોકીયા એડવોકેટ રોકાયેલ છે.

(4:27 pm IST)