Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કુવાડવા રોડ પર પ્લાસ્ટીકની દૂકાનમાં એસીમાં શોર્ટ સરકિટ થવાથી આગ

રાજકોટઃ કુવાડવા રોડ પર ધકાણ હોસ્પિટલ નજીક આવેલી ડાયમંડ પ્લાસ્ટીક નામની દૂકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડને બાજુમાં દૂકાન ધરાવતાં જયભાઇ રૂવાલાએ જાણ કરતાં બંબો પહોંચ્યો હતો. આગ એસીમાં શોર્ટ સરકિટને કારણે લાગતાં પાર્ટીશન પણ બળી ગયું હતું. દૂકાન માલિક ગિરીશભાઇ ખેતશીભાઇ દોશીએ જણાવ્યું હતું કે કોઇ મોટી નુકસાની થઇ નથી. ફાયર બ્રિગેડના બંબાના સાયરન ગુંજતા લોકો ભેગા થઇ ગયા હતાં અને થોડીવાર રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. તસ્વીરમાં  જ્યાં આગ લાગી હતી એ સ્થળ જોઇ શકાય છે.

(4:26 pm IST)