Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આગ લાગી કે લગાડાઇ? સીસીટીવી ફૂટેજ સીલઃ યાર્ડને અઢી કરોડનું નુકસાનઃ ડી. કે. સખીયા

બારદાન બળી ગયા એ નુકસાન અલગઃ પોલીસ સત્ય બહાર લાવે તેવી યાર્ડના ચેરમેનને માંગણી

રાજકોટ તા. ૧૪: જુના માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે સાંજે લાગેલી આગનું સાચુ કારણ બહાર આવ્યું નથી. ત્યારે યાર્ડના ચેરમેન ડી. કે. સખીયાએ જણાવ્યું હતું કે આગથી માત્ર યાર્ડને અઢી કરોડનું નુકસાન થયું છે. વીસ લાખ બારદાન બળી ગયા એ નુકસાન અલગથી છે. યાર્ડના સીસીટીવી કેમેરા સીલ કરી દેવામાં આવ્યા છે. પોલીસ ડીવીઆર ફૂટેજ કબ્જે કરીને સત્ય બહાર લાવે તેવો અનુરોધ સખીયાએ કર્યો છે.  ડી.કે. સખીયાએ કહ્યું હતું કે આગથી ગુજકોટના ૨૦ લાખ બારદાન બળી ગયા છે. તેના કારણે કરોડોનું નુકસાન થયું છે. જ્યારે યાર્ડને અઢી કરોડનું નુકસાન થયું છે. બીડીના તણખાથી આગ લાગી કે અન્ય કોઇ રીતે? સત્ય બહાર લાવવા અમે પોલીસને જણાવ્યું છે. સીસીટીવી ફૂટેજ સીલ કરી દેવાયા છે. બારદાન બનાવવામાં પેટ્રોલનો ઉપયોગ થતો હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી ગઇ હતી.

(1:22 pm IST)