Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સ્પર્ધાત્મક પરીક્ષામાં આહીર ઉમેદવારોનો દબદબો : રાજકોટની આસ્થા ડે.કલેકટર

જીપીએસસી પરીક્ષામાં આઠ ઉમેદવારોએ કારકીર્દી બનાવી

રાજકોટ તા. ૧૪ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ વર્ગ ૧-૨ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં આહીર સમાજના ૮ ઉમેદવારોએ મેરીટમાં સ્થાન મેળવી ગૌરવ વધારેલ હોવાનું અશ્વિનભાઇ જાંટીયાની યાદીમાં જણાવાયુ છે.

રાજકોટના દિપકભાઇ બચુભાઇ ડાંગરની સુપુત્રી ચિ. આસ્થા ડાંગરે સારા માર્કસ (જનરલ ફીમેઇલ-૩) સાથે ઉતીર્ણ થઇ નાયક કલેકટર તરીકે પસંદગી ઉતારતા ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. એજ રીતે અભિષેક રણમલભાઇ સુવા ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે, શૈલેષ વલ્લભભાઇ કલસરીયા મામલતદાર તરીકે, રાહુલ રાણાભાઇ ખાંભરા મામલતદાર તરીકે, મોનીકાબેન રાજેશકુમાર ભેડા સેકશન અધિકારી તરીકે, હરેશ દિનેશભાઇ કાછડ આસી. ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે, રવિ જગદીશભાઇ ગોધમ આસી. ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે, કુ. તરૂણાબેન કરશનભાઇ ભુતૈયા ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફીસર તરીકે પસંદગી પામેલ હોવાનું આહીર યુવા ફોરમ ગાંધીનગરના અશ્વિનભાઇ જાટીયા (મો.૯૮૨૪૬ ૩૯૩૭૫) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(1:11 pm IST)