Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આટકોટમાં દેવીપૂજક પરણિતા ઉપર દિયર સહિત બેનો કુહાડીથી ખૂની હૂમલો

રાજકોટ તા. ૧૪ :.. જીલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે કૈલાસનગર વિસ્તારમાં દેવીપૂજક પરિણીતા ઉપર દીયર સહિત બેએ ખૂની હૂમલો કરતા ચકચાર જાગી છે. આટકોટમાં દેવીપૂજક પરિવારની પરિણીતા તેજલબેન મુકેશભાઇ વિકુભાઇ મંદુરીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેના દિયર કિશોરભાઇ વિકુભાઇ મંદૂરીયાની પત્ની કૈલાસબેનને સુધરવા માટે ઠપકો આપતા કૈલાસબેન પિયર જતા રહ્યા હતા જેને લીધે કિશોર વિકુભાઇ મંદૂરીયા તથા ભરત વિકુભાઇ મંદૂરીયાએ તેજલબેન સાથે ઝગડો કરી તેજલબેન ઉપર કૂહાડી વડે હૂમલો કર્યો હતો. તેમજ ડાબા પગમાં ઇજા પહોંચાડી હતી. પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ આટકોટ-પીએસઆઇ એ. વી. જાડેજા ચલાવી રહ્યા છે.

(1:09 pm IST)