Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજકોટ મ્યુનિ ,કોર્પોરેશન દ્વારા વન બીએચકેના આવાસ યોજનાના ફોર્મની મુદત 10 દિવસ વધારાઈ

હવે તા,25 સુધી ફોર્મનું વિતરણ અને ફોર્મ પરત લેવાશે : મવડી વિસ્તારમાં 542 ફ્લેટ બનશે : આજ સુધીમાં 14 હજાર ફોર્મ ઉપડ્યા : 4 હજાર ફોર્મ પરત આવ્યા

રાજકોટ તા. ૧૪: મ્‍યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારમાં ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે. જેમાં મવડી ખાતે ૫૪૨ - ૧બીએચકે આવાસોના ફોર્મનું વિતરણ ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્‍યું હતું.ઇ.ડબલ્‍યુ.એસ-૨ યોજનના  હેઠળનાં આવાસ યોજનાનાં ફોર્મ વિતરણ અને પરત લેવાનો આવતી કાલે તા.૧૫નાં છેલ્લો દિવસ છે. પરંતુ સતાવાળાઓએ ફોર્મની મુદતમાં 10 દિવસનો વધારો કર્યો છે હવે તા,25 સુધી ફોર્મનું વિતરણ અને ફોર્મ પરત લેવાની કામગીરી થશે

  આ વન બીએચકેના આવાસ યોજના માવડી વિસ્તારમાં બનનાર 542 ફ્લેટ માટે અત્યાર સુધીમાં 14,000 ફોર્મ ઉપડ્યા છે જયારે 4 હજારથી વધુ ફોર્મ પરત આવ્યા છે

(7:34 pm IST)