Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કુલપતિ પેથાણી... આળસ મરડી નેકનો એ ગ્રેડ પરત લાવે નહિતર નેક સંઘર્ષ સમિતિ રચાશેઃ નીદત્ત બારોટ

યુનિવસીર્ટીના સત્તાધિશોની ઉદાસીનતાને કારણે એ ગ્રેડ ગુમાવવાની નોબત આવી છેઃ નિદત્ત બારોટ આક્રમક

રાજકોટઃ તા.૧૪, સૌરાષ્‍ટ્ર યુનિવસીર્ટીના વર્તમાન સત્તાધીશોની નબળી કામગીરી અને આંતરીક કજીયાથી  યુનિવસીર્ટીએ એ ગ્રેડ ગુમાવવાની નોબત આવી છે. કોંગ્રેસના પ્રવકર્તા અને શિક્ષણ વિદ્યાશાખાના  ડીન ડો. નિદત્ત બારોટેએ કુલપતિ પેથાણીને ઝાટકીને આળસ છોડવાની શીખ આપી છે.

સોરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન સતાધીશો અને આઈ.ક્‍યુ.એ.સી. વહિવટી કામગીરીમાં નિષ્‍ફળ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેક એ ગ્રેડનું સ્‍ટેટસ ગુમાવું પડયું છે. વિધાર્થીઓની માર્કશીટમાં નેક એ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખવામાં આવતું હતું જે આ વર્ષે બંધ થવાની સંભાવના છે. વિધાર્થીઓએ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂકી કોલેજોમાં પ્રવેશ લીધો છે. જુનાગઢ જેવી નવી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક એક્રિડીટેડ યુનિવર્સિટીમાં ભણવા આવ્‍યા છે. આ વિધાર્થીઓને પણ યુનિવર્સિટીની વહિવટી અનઆવડતને કારણે નુકશાન થવાનું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અઘ્‍યાપકો જે નેક એક્રિડીટેડ યુનિવર્સિટીના અધ્‍યાપકો હતા તેઓ પણ નોન એક્રિડીટેડ યુનિવર્સિટીના અઘ્‍યાપકો બનતા તેમને પણ નુકશાન થયું છે.

 નિદત્ત બારોટએ જણાવ્‍યું છે કે યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ દર ત્રણ વર્ષે આવતા જતા હોય છે. વિધાર્થીઓ અને અઘ્‍યાપકો અહિ કાયમ હોય છે. યુનિવર્સિટીના સતાધિશોની ઉદાસીન નીતિને કારણે યુનિવર્સિટીનો ગ્રેડ રદ થઈ જાય તે પરિસ્‍થિતિ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના વિસ્‍તારમાં ચલાવી શકાય નહિ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીને તાત્‍કાલિક રીતે કાર્યવાહી કરવા સૂચન કરીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આઈ.ક્‍યુ.એ.સી. ના સભ્‍યો પૈકીના ૨ થી ૩ અઘ્‍યાપકો અને જરૂ૨ પડે તો કુલપતિ પોતે નેક - બેંગ્‍લોર ખાતે જઈ રૂબરૂ નિયામકશ્રીને મળી હાલમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની માર્કશીટમાં નેકનો ગ્રેડ છાપી શકાય તે માટેની મંજૂરી મેળવે., ફાર્મસી કાઉન્‍સીલમાંથી મંજૂરી મેળવવા માટે કોઈ ચોકક્‍સ કમિટિ બનાવી તેને જવાબદારી સોંપે અને ખૂબ ઝડપથી આ કામ પૂરું થાય તે માટે આદેશ કરે.

 નિદત્ત બારોટએ જણાવ્‍યું છે કે  ફાર્મસીના અભ્‍યાસક્રમ માટે જરૂરી ભૌતિક સુવિધા ઉભી કરવાની થતી હોય તો ફાર્મસી કાઉન્‍સીલના નિયમોનુસાર તેનું તાત્‍કાલિક સમાધાન કરવામાં આવે. નેક એક્રિડીટેશનનો આખરી રીપોર્ટ આપતા પહેલા ભવનના અઘ્‍યાપકોની બઢતીની કાર્યવાહી પૂરી કરવામાં આવે.આઈ.ક્‍યુ.એ.સી. દર અઠવાડિયે એક વખત મળી અને સતત કામગીરીનું મૂલ્‍યાંકન કરે. આઈ.ક્‍યુ.એ.સી. ના જુદા જુદા પેરામીટર મુજબ જુદી જુદી સમિતિઓ બનાવી તાત્‍કાલિક અસરથી સંપુર્ણ સેલ્‍ફ સ્‍ટડી રીપોર્ટ તૈયાર કરવામાં આવે. આઈ.ક્‍યુ.એ.સી. પાસેથી દર અઠવાડિયે થઈ રહેલી કામગીરીનું મૂલ્‍યાંકન કુલપતિએ પોતે કરવું જોઈએ. આઈ.ક્‍યુ.એ.સી. ની કામગીરીની સાપ્તાહિક મિનિટ અન્‍ય અઘ્‍યાપકો અને વહિવટી કર્મચારીઓને વંચાણે આપવામાં આવે જેથી કરીને નેકની બાબતમાં જે કાર્યવાહી થતી હોય તેમાં બધા લોકો હિસ્‍સેદાર બની શકે. યુનિવર્સિટીના તમામ સ્‍ટેક હોલ્‍ડર એટલે કે અઘ્‍યાપકો, વિધાર્થીઓ, મેનેજમેન્‍ટ અને વહિવટી કર્મચારીઓને સાથે રાખી નવેસરથી ત્રણ મહિનાનો એકશન પ્‍લાન બનાવવામાં આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના આચાર્યો, અઘ્‍યાપકો, આઈ.ક્‍યુ.એ.સી. ના કો-ઓર્ડિનેટરશ્રીઓ અને સોરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્વાન અઘ્‍યાપકશ્રીઓનો પણ સાથ લઈ સોરાષ્ટ્ર યુનિવર્સિટી નેકની બાબતમાં ચિંતા કરી અને બધાનો ઉપયોગ કરે.

  નિદત્ત બારોટએ જણાવ્‍યું છે કે ઉપરોક્‍ત બાબતોને કુલપતિશ્રી ગંભીરતાથી લઈ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણની ચિંતા કરે તે અપેક્ષિત છે. અમે સો યુનિવર્સિટીના આ કામમાં જયાં ક્‍યાંય મદદરૂપ થઈ શકીએ ત્‍યાં મદદરૃપ થવાનો વિશ્વાસ આપીએ છીએ. સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે જો યુનિવર્સિટી દ્વારા વધુ ઉદાસીનતા દાખવવામાં આવશે તો ન છુટકે સૌરાષ્ટ્રભરના શિક્ષણના લોકો અને સમાજ જીવનના લોકોને સાથે રાખીને સોરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સંદ્યર્ષ સમિતિની રચના કરવાની ફરજ પડશે.

(3:51 pm IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST