Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નિઃશુલ્ક આંખના નિદાન કેમ્પમાં ૧૭૭ દર્દીઓએ લાભ લીધોઃ ચશ્મા અપાયા

આર.જી.ફ્રેન્ડસ કલબ અને લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન આયોજીત કેમ્પનું સમાપન

રાજકોટઃ આર.જી.ફ્રેન્ડ કલબનાં પ્રમુખ અને લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ સોરઠીયા રાજપુત સમાજના ભાર્ગવ પઢીયાર દ્વારા નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

કેમ્પનાં પ્રારંભે દિપ પ્રાગટય ડો.હેમાંગ વસાવડા- કોંગ્રેસ પ્રદેશ અગ્રણી, શ્રી અશોકભાઈ ડાંગર- પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ, શ્રી મહેશભાઈ રાજપુત- પૂર્વપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ, પ્રદેશ અગ્રણી શ્રી પ્રદીપ ત્રિવેદી, શ્રી મયુરસિંહ જાડેજા, શ્રીમતી મનીષાબા વાળા- પ્રમુખ રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ, શ્રીમતી જયાબેન ટાંક- કોર્પોરેટર, શ્રી ઘનશ્યામસિંહ જાડેજા- કોર્પોરેટર, શ્રી ડી.પી.મકવાણા, શ્રી પ્રભાતભાઈ ડાંગર, શ્રી રસીકભાઈ ભટ્ટ, શ્રી પ્રફુલાબેન ચૌહાણ, શ્રી ગજુભા, શ્રી રવિભાઈ ડાંગર હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં નક્ષકિરણ મલ્ટી સ્પેશ્યાલીટી દીયા આઈ હોસ્પિટલનાં ડો.મનોજ યાદવ દ્વારા ૧૭૭થી પણ વધુ દર્દીઓને તપાસવામાં આવેલ હતા. દર્દીઓને આંખનાં ટીપા, તેમજ જરૂરીઆતમંદ ૭૦ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવેલ હતા. તેમજ મોતીયાનાં ઓપરેશનની જરૂર હોય તેમને ડો.મનોજ યાદવ રાહતદરે ઓપરેશન પણ કરી આપશે તેમ જણાવેલ હતું.

આ નિદાન કેમ્પમાં સોરઠીયા રાજપુત યુવા ગ્રુપનાં પ્રમુખશ્રી મુકુંદભાઈ રાઠોડ, સોરઠીયા રાજપુત યુવા શકિતનાં ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ સોલંકી, મહામંત્રીશ્રી અલ્પેશ ગોહીલ, ખજાનચી શ્રી વિજયસિંહ ચૌહાણ (એચડીએફસી), સોરઠીયા રાજપુત સમાજનાં શ્રી આકાશભાઈ ચૌહાણ, શ્રી વિમલભાઈ હાડા, શ્રી નટુભાઈ મારૂ અને કાનાભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

આ આંખના નિદાન કેમ્પને સફળ બનાવવા નિશાંત પોરીયા, સવજીભાઈ ભંડેરી, સંકેત રાઠોડ, હિરલબેન રાઠોડ, રાજેન્દ્ર મકવાણા, હાજીસાહેબ રફાઈ, હરીભાઈ રાઠોડ, ઈબ્રાહિમભાઈ સોરા, ધવલ સોજીત્રા, દર્શનસિંહ ચૌહાણ, પિયુષ કિયાડા, સંજય માંડલીયા, મોહીત વાછાણી, પરેશ પાટડીયા, નિકેત પટેલ, જશાભાઈ રામ, ભાવેશ લુણાગરીયા, હંસાબેન રાબડીયા, રવિભાઈ ડાંગરએ જહેમત ઉઠાવેલ હતી. વધુ વિગત માટે મો.૯૮૨૪૮ ૭૦૭૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST