Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળજીને પુષ્પાંજલી

રાજકોટઃ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિતે જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડી. કે. સખીયા તથા જીલ્લા મહામંત્રી ભનુભાઇ મેતાના અધ્યક્ષસ્થાને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ તથા વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અને વિરાણી બહેરા-મૂંગા શાળાના બાળકોને ભોજન કરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે જીલ્લા અધ્યક્ષશ્રી ડી. કે. સખીયા અને મહામંત્રી ભાનુભાઇ મેતાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં જીલ્લા અધ્યક્ષશ્રી ડી. કે. સખીયા, જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, જીલ્લા ઉપપ્રમુખ મનસુખભાઇ રામાણી, જીલ્લા મંત્રીશ્રીઓ વિનુભાઇ પરમાર તથા સતીશભાઇ ભીમજીયાણી, તાલુકા વલ્લભભાઇ સેખલિયા, પૂર્વ મહામંત્રી ચંદુભાઇ શિંગાળા, ડી. કે. બલદાણીયા, હિરેનભાઇ જોશી, નીલેશભાઇ દોશી, અરુણભાઇ નિર્મળ, રજનીભાઇ સખીયા, મનોજભાઇ અકબરી, દીપકભાઇ મદલાણી, રીતેશભાઇ પરસાણા, મોહિતભાઇ ધ્રુવ, નિશિતાબેન ગોંડલીયા, દિનેશભાઇ વિરડા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા, મયુરસિંહ જાડેજા, હરેશભાઇ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)
  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST