Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કામદાર પરિવારના સહયોગથી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

સ્વ. શશીકાંતભાઇ લાલજીભાઇ કામદારની પૂણ્યતીથી નિમિતે હસ્તે શ્રીમતી કુમુદબેન શશીકાન્તભાઇ કામદાર તથા પરિવારજનો અને શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧૫ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાય ગયો. જેમાં ૩૭૮ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. નેત્રયજ્ઞમાં આવેલ તમામ દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા અને નેત્રમણી સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવેલ. ઉપરાંત ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાનું પણ વિતરણ કરાયુ હતુ.

(3:38 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST