Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રવિવારે રાજકોટમાં ભાંગડા ફીટનેસ યોગા

રાજસ્થાનના ડો.ગુનિત ભાર્ગવા ૯૦ મિનિટ મ્યુઝીક સાથે યોગા કરાવશેઃ બહેનો માટે ડાયટ સેશનઃ બન્ને કાર્યક્રમ નિઃશુલ્ક નામ નોંધણી

રાજકોટ,તા.૧૪: રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા એક નવતર આયોજનના ભાગરૂપે સૌ પ્રથમવાર ભાંગડા યોગનું તથા મહીલાઓ માટે ડાયેટ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યોગસ્પોર્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એવોર્ડ વિજેતા રાજસ્થાનના ડો.ગુનીત ભાર્ગવા નોનસ્ટોપ ૯૦ મીનીટસ મ્યુઝિક સાથે યોગા કરાવશે. ૯૦ મીનીટસના આ હાઈ એનર્જી ધમાકેદાર ફીટનેસ યોગા લગભગ ૧૦૦૦ કેલરી બર્ન કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમ તા.૧૬ રવિવારે સવારે ૭ થી ૮:૩૦ દરમ્યાન હોટલ સીઝન્સ, અવધ રોડ, કાલાવડ રોડ ખાતે યોજાશે.

આ ઉપરાંત ફકત મહીલાઓ માટે તંદુરસ્ત શરીર માટે જરૂરી ન્યુટ્રીશનની સમજ આપતો અને ''શું જમવું ? કયારે જમવું ? ને કેવી રીતે જમવું ? ''ની વિસ્ત્રુત માહિતીસભર ડાયેટ સેશન કાર્યક્રમ તે જ દિવસે રવિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રોટરી ગ્રેટર ભવન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ-૨, વિદ્યાનગર મેઈન રોડ ખાતે યોજાએલ છે.

આ બન્ને કાર્યક્રમમાં ભાગ લેવા માટે અને રજીસ્ટ્રેશન તથા ફ્રી પાસ મેળવવા માટે મો.૮૧૪૧૦ ૧૫૩૦૦ ઉપર સંપર્ક કરવા પ્રેસિડેન્ટ શ્રી પુર્વેશ કોટેચા તથા સેક્રેટરી શ્રી કુનાલ મહેતાની યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સંસ્થાના હોદ્દેદારો સર્વશ્રી પુર્વેશ કોટેચા, ભાવેશ મહેતા, મેહુલ નથવાણી, નિલેશ ભોજાણી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 pm IST)