Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

આનંદી ટ્રસ્ટ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન

સતત ૧૮ મું આયોજન : આંબેવ ચોકમાં માંડવા રોપાશે : ૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : તડામાર તૈયારી

રાજકોટ તા. ૧૪ : આનંદી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧૬ ના રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ સતત ૧૮ મું આયોજન છે. જેમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. ૮ હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧-લક્ષ્મીનગર, આંબેવ ચોક, ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળ વિશાળ સમીયાણામાં ૧૧ માંડવા રોપાશે. તા.૧૬ ના રવિવારે સવારે ૭ વાગ્યે જાન આગમન, ૧૦ વાગ્યે હસ્ત મેળાપ અને ૩ વાગ્યે જાનને વિદાય અપાશે.

આ અવસરે સંતો મહંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી વર-કન્યાને આશીર્વચનો આપશે.

દરેક દિકરીને સોનાનું પેડલ, ચાંદીના સાકળા સહીત ૨૦૦ થી વધુ વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાશે.

૧૮ માં સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમિતિના પ્રમુખ પિન્ટુ ચાવડીયા, પ્રોજેકટ ચેરમેન ફીરોજભાઇ બતાળા, વાઇસ ચેરમેન દીપક મુળાશીયા અને તેમની ટીમો સમગ્ર અવસરને પાર પાડવા જહેમત ઉઠાવી રહી છે. વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આનંદી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવ, હોળી, જન્માસ્ટમી જેવા તહેવારોની ઉજવણી, માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ, સમયાંતરે મેડીકલ કેમ્પ અને બટુક ભોજન સહીતના આયોજનો કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ તરીકે રમેશભાઇ ચાવડીયા (મો.૯૫૯૬૧ ૩૩૦૩૩), મંત્રી તરીકે ધનસુખભાઇ કાસમપરા (મો.૯૮૭૯૦ ૧૫૯૯૫), ખજાનચી તરીકે હિરેનભાઇ રાઠોડ, ટ્રસ્ટી બહાદુરભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ મોદી, શૈલેષભાઇ રાઠોડ, મહેશભાઇ વરમોરા, દિલીપભાઇ ચાવડીયા, રમેશભાઇ આહીર, પ્રકાશભાઇ જોટાણીયા, હરેશભાઇ મોરીધરા, સંજયભાઇ પરમાર, તુષારભાઇ સોનરાજ, ઉમેશભાઇ જાડેજા, મનોજભાઇ પાડલીયા સેવા આપે છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રમેશભાઇ ચાવડીયા, ધનસુખભાઇ કાસમપરા, હીરેન રાઠોડ, ઉમેશ જાડેજા, પ્રહલાદભાઇ મોચી, પીન્ટુ ચાવડીયા, જીજ્ઞેશ ચાવડીયા, દીપક મુળાશીયા વગેરે નજરે પડે છે. (તસ્ીવીર : સંદીપ બગથરીયા)

(3:35 pm IST)
  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST