Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નવા થોરાળા વિસ્તારમાં સીસી રોડના કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના પ્રયત્ન સફળ

રાજકોટ : ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૫માં આવેલ નવા થોરાળા વિસ્તાર શેરી નં. ૮/૧૧ રબ્બર બ્લોક તથા બાપા સીતારામ સીસી રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વોર્ડ પ્રમુખ સોમાભાઇ ભાલીયા, વોર્ડ મહામંત્રી રત્નાભાઇ રબારી, મહેશભાઇ બથવાર, પૂર્વ કોર્પોરેટર પાંચાભાઇ વજકાણી, વિનોદભાઇ કુમારખાણીયા, વોર્ડ નં. ૧૫ બક્ષીપંચ પ્રમુખ ધીરૂભાઇ વજકાણી, હસુભાઇ છાટબાર, સામજીભાઇ વજકાણી, મગનભાઇ સાકરીયા, ઉજેશભાઇ દેસાણી, મયુરભાઇ વજકાણી, રમેશભાઇ મેમરીયા, પોપટભાઇ મેમરીયા, હિતેશભાઇ સરવૈયા, ભરતભાઇ ભાલીયા, જેમાભાઇ વજકાણી, દીલાભાઇ ચૌહાણ, મહેશભાઇ અઘેરા, નાનજીભાઇ પારઘી, અજયભાઇ ચાવડા, સંજયભાઇ વજકાણી, રમેશભાઇ એંધાણી, સંજયભાઇ રાઠોડ, કમલેશભાઇ બગડાઇ, કાળુભાઇ મુંધવા, કનુભાઇ માલધારી, છગનભાઇ મકવાણા, મોહનભાઇ, કાનાભાઇ સીપાઇ, મહેશભાઇ સખીયા, પ્રવિણભાઇ મકવાણા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)