Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ધર્મજમાં ગજ્જર સુથાર સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

રાજકોટઃ ગજ્જર સુથાર સમાજ, ગુજરાતનો ૧૩મો સમૂહ લગ્નોત્સવ પ્રમુખ ઠાકોર મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાઇ ગયો જેમાં ૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તસ્વીરમાં સમારંભનો દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરતા ઘનશ્યામભાઇ સુથાર, ડાહ્યાભાઇ ગજ્જર, નિખીલભાઇ ગજ્જર, દિનેશચંદ્ર સુથાર, ભાલચંદ્ર ગજ્જર, વિનોદભાઇ સુથાર -બાજવા, ધીરૂભાઇ સુથાર, અનિલભાઇ મિસ્ત્રી, પ્રમુખ ઠાકોર મિસ્ત્રી, અમૃતભાઇ મિસ્ત્રી, મહેશભાઇ મિસ્ત્રી-સારથી ફાઉન્ડેશન, કૌશિકભાઇ અને ગૌતમભાઇ -ઉંડેરા, રમેશભાઇ બાવડા, સુનિલભાઇ મિસ્ત્રી, ભરતભાઇ મિસ્ત્રી, સંજયભાઇ ગજ્જર, જે.સી. મિસ્ત્રી વિ.દ્રષ્યમાન થાય છે. જોડાઓને સાત ફેરા કુમકુમ પગલાં તથા કુંવરબાઇનું મોમેરાના સરકારી સહાયના ચેક તેમજ સ્થળ પરજ લગ્ન નોંધણી પ્રમાણપત્ર અંગેની તમામ પ્રક્રીયા કુ. નિકીતાબેન ગજ્જરે પૂર્ણ કરી હતી. સમારંભનું સંચાલન સંજયભાઇ ગજ્જર, જાગૃતિબેન-રણોલી અને જીતુભાઇ ચુવાવાળાએ કર્યું હતું.

(3:33 pm IST)