Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કાલે સેન્ટ થોમસ સ્કુલમાં વાર્ષિક મહોત્સવ

૧૦૦થી વધુ બાળકો અલગ અલગ રાજયોની ઝાંખીઓ પીરસશે : ઈન્ડિયન રેઈમ્બો શિર્ષક હેઠળ ૩૦થી વધુ કૃતિઓ કરાશે : વિજેતા બાળકોને ઈનામો

રાજકોટ, તા. ૧૪ : અહિંની શૈક્ષણિક સંસ્થા સેન્ટ થોમસ સ્કુલમાં આવતીકાલે એન્યુઅલ ડે સેલીબ્રેશન યોજાશે. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પીરસવામાં આવશે. વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઈનામોથી પણ નવાજવામાં આવશે.

કાલાવડ રોડ ઉપર, કોસ્મોપ્લેકસ સિનેમાની સામે આવેલ શાળા સેન્ટ થોમસ સ્કુલ - ટ્રસ્ટના સેક્રેટરી શ્રી ડેનીશ ડેનીયલે જણાવ્યુ હતું કે, આવતીકાલે તા.૧૫ના શનિવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી યોજાયેલ વાર્ષિક સમારોહમાં ૧૦૦થી વધુ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ જેમ કે નાટક, ડાન્સ વગેરે રજૂ કરવામાં આવશે. દેશના જુદા જુદા રાજયોની ઝાંખીઓ પણ રજૂ થશે. 'ઈન્ડિયન રેમ્બો' શિર્ષક હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં ૩૦થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન શાનદાર પર્ફોર્મન્સ કરેલ બાળકોને ઈનામોથી નવાજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ થોમસ સ્કુલના ગુજરાત, એમ.પી. અને રાજસ્થાનના પ્રેસીડેન્ટ બિશપ ડો.ગીવગીર્ષ મારયુલીયોશના માર્ગદર્શન હેઠળ શાળાનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાના પ્રિન્સીપાલ ફાધર મેથ્યુચેરીયનની નિશ્રામાં શિક્ષણ સાથે સ્કેટીંગ, ડાન્સ જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તાજેતરમાં શાળામાં સ્પોટ્ર્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી.

તસ્વીરમાં શાળા-ટ્રસ્ટી- સેક્રેટરી શ્રી ડેનીશ ડેનીયલ (મો.૯૪૨૭૨ ૨૦૦૬૪) અને અવિ મકવાણા નજરે પડે છે.

(3:28 pm IST)