Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મેલેરિયા ઇન્સ્પેકટરોની ભરતી-બઢતીના નિયમોમાં સુધારો કરવા ગાંધીનગરમાં રજુઆત

જનરલ બોર્ડના ઠરાવ અને નિયમોમાં વિસંગતતા દૂર કરવી જરૂરી : પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા શહેરી વિકાસ અગ્રસચિવને રજૂઆત

રાજકોટ, તા.૧૪ : મ્યુ. કોર્પોરેશનમાં મેલેરિયા ઇન્સ્પેકટરોની બઢતી તથા ભરતીના નિયમો સુધારવા અંગે પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા રાજયના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને રજૂઆત કરાઇ છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે 'રાજકોટ મહાપાલિકામાં મેલેરિયા ઇન્સ્પેકટરની જગ્યામાં ભરતીના નિયમો વર્ષો જૂના છે. તેને સુધારવા માટે આરોગ્ય અધિકારીશ્રીએ અભિપ્રાય આપેલ છે.

સુપિરિયર ફીલ્ડવર્કરને બઢતી આપીને મેલેરિયા ઇન્સ્પેકટરની ભરતી કરવા જનરલ બોર્ડે ઠરાવથી મંજૂરી આપી છે, પરંતુ ઇન્સ્પેકટર કલેકટર જે સુપિરિયર ફીલ્ડ વર્કરના સમકક્ષ છે તેનો બઢતી-ભરતી નિયમોમાં ઉલ્લેખ નથી આથી જનરલ બોર્ડના ઠરાવમાં વિસંગતતા ઉભી થઇ છે ત્યારે નિયમો સુધારી આ વિસંગતતા દૂર કરવા રજૂઆત કરાઇ છે.

(3:28 pm IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST