Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પતિ-પત્નિ વચ્ચેની તકરારમાં અટવાયેલા સંતાનોને પિતાને મળવા દેવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧૪ :. અત્રે ડેનિશ જેન્તિલાલ વાછાણીને તેના પત્નિ રીંકુબેન ચંદુલાલ ખાંટ સાથે તકરાર અન્વયે ચાલતા લીટીગેશનમાં લગ્ન હક્ક પૂર્ણ કરવા ડેનિશભાઈએ તેના પત્નિ રીંકુબેન વિરૂદ્ધ રાજકોટના ફેમીલી કોર્ટમાં કરેલ મુકદમાના કામે સગીર સંતાનોને મળવા દેવા હુકમ મેળવવા અરજ ગુજારતા ફેમીલી કોર્ટે પત્નિને તેના બાળકોને મળવા દેવા પતિની તરફેણમાં મહત્વનો હુકમ ફરમાવેલ છે.

કેસની વિગતે અરજદાર ડેનિશભાઈના લગ્ન સને ૨૦૦૩ની સાલમાં રીંકુબેન સાથે થયેલ હતા અને બન્ને પતિ-પત્નિ વચ્ચે ઘરેલુ તકરાર અન્વયે અલગ અલગ કોર્ટ સમક્ષ લીટીગેશન ચાલતા હોય અને બન્નેના લગ્નજીવનથી બે સંતાન પુત્રી તથા પુત્રનો જન્મ થયેલ હોય અને હાલ બન્ને સંતાનો પત્નિના કબ્જામાં હોય જેથી અને પત્નિને લગ્ન હક્ક પૂર્ણ કરવા સંતાનો સહીત તેડવા માંગતા હોવાથી લગ્ન હક્ક પૂર્ણ કરવા ફેમીલી કોર્ટ સમક્ષ ડેનિશભાઈ-પતિએ તેના પત્નિ રીંકુબેન વિરૂદ્ધ મુકદમો દાખલ કરેલ.કોર્ટ દ્વારા પત્નિ રીંકુબેનને સગીર સંતાનોને પતિ અને બાળકોના પિતાને દર મહિનાના બીજા અને ચોથા રવિવારે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન હળવા મળવા દેવા અને જામજોધપુર પોલીસ સ્ટેશન સમક્ષ મળવાની વ્યવસ્થા કરવા જામજોધપુર પોલીસ સ્ટેશનને આદેશ ફરમાવતો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.

ઉપરોકત કામે વાદી - અરજદાર ડેનિશ જેન્તિલાલ વાછાણી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદીપસિંહ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદીન સેરસીયા, કરણ ડી. કારીયા (ગઢવી), પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી, ખુશી જી. ચોટલીયા, નિરાલી કોરાટ વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:27 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST