Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભાવનગર રોડ પર બસે બાઇકને ઉલાળતા ત્રંબાના વૃધ્ધ વશરામભાઇ ટીંબડીયાનું મોત

રાજકોટ તા. ૧૪ :.. ભાવનગર રોડ પર ખોડીયાર હોટલ પાસે બસે બાઇકને ઠોકર મારતા ત્રંબાના વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ ત્રંબા ગામે રહેતા વશરામભાઇ પરબતભાઇ ટીંબડીયા (ઉ.પ૮) પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે ભાવનગર રોડ પર ખોડીયાર હોટલ પાસે બસના ચાલકે બાઇકને ઠોકર  મારતા વૃધ્ધ વશરામભાઇ ફંગોળાઇ ગયા હતાં.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને વૃધ્ધને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવની જાણ થતા આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST