Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

શ્રીમાળી સોનીસમાજ આંગણે ઢોલ ધ્રબુક્યા: રવિવારે વેલ્વેટ પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નોત્સવ : નાત જમણ

પૂ,પા,ગો,શ્રી વૃજેશકુમાર મહારાજશ્રી હસ્તે ઉદ્ધઘાટન : મહંત પૂ, દેવપ્રસાદજીની વિશેષ ઉપસ્થિતિમાં 10 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે

રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા યોજાનાર 35માં સમૂહ લગ્નોત્સવની અકિલા ખાતે વિગતો આપતા સંસ્થાના હોદેદ્દારો ,કન્વીનરો અને સભ્યો નજરે પડે છે (તસ્વીર સંદીપ બગથરીયા )
રાજકોટ તા : 14 સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે હાલારી શ્રીમાળી યુવક મંડળ દ્વારા આગામી તા,16ને રવિવારે વેલવેટ પાર્ટી પ્લોટમાં 35માં  સમૂહ લગ્નોત્સવનું આયોજન થયેલ છે જેમાં દાતાઓ-શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં 10  નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે આ પ્રસંગે શ્રી હાલારી શ્રીમાળી સોની સમાજનું નાતનું સમૂહ ભોજન પણ રાખેલ છે    અકિલા કાર્યાલય ખાતે સમૂહ લગ્નોત્સવની વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જયેશભાઇ ગેરિયા અતુલભાઈ વેડીયાએ જણાવ્યું હતું કે શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે 35મોં સમૂહ લગ્ન સાથે રાજકોટમાં રહેતા શ્રી હાલારી શ્રીમાળી સોની સમાજની નાત જમણનું વેલવેટ પાર્ટી પ્લોટ સિનર્જી હોસ્પિટલ સામે અયોધ્યા ચોક પાસે 150 ફૂટ રિંગરોડ ખાતે આયોજન કરેલ છે

  આ કાર્યક્રમનું ઉદ્ધઘાટન પૂ,પા,ગો,108 શ્રી વ્રજેશકુમાર મહારાજ ( કામવાન રાજકોટ ) કરશે આ  પ્રસંગે પૂ,દેવપ્રસાદજી મહંત ) આણંદાબાવા સેવા સંસ્થાન જામનગર ) તેમજ સમાજના પ્રમુખ અશોકભાઈ ઝુવાડિયા ભાયાભાઇ સાહોલિયાં,( ભોજનદાતા ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

 સમૂહ લગ્નમાં રાજ્યભરમાંથી વર-કન્યા જોડાયા છે કન્યાને દાતાઓના સહયોગથી કરિયાવરમાં સોનાની અને ચાંદીની વસ્તુઓ તેમજ જીવન જરૂરિયાતની ,સહીત 125થી વધુ નાની મોટી ચીજ વસ્તુઓ અપાશે

  આ સમુહલગ્નોત્સવના મુખ્ય દાતા -નાત જમણ તેમજ પાર્ટી પ્લોટના દાતા ગો,વા,વનમાળીદાસ ગોપાલજી સાહોલિયાં ગો,વા,વિજયાબેન વનમાળીદાસ સાહોલિયાં હસ્તે ભાયાભાઇ સાહોલિયાં,પંકજભાઈ સાહોલિયાં,હરેશભાઇ સાહોલિયાં તથા સમગ્ર સાહોલિયાં પરિવાર અને ગુરુહશાંતીના યજમાન ગો,વા,ભીખાભાઇ લાઠીગરા,હસ્તે ગ,સ્વ, નિર્મળાબેન લાઠીગરા,તથા દીપકભાઈ લાઠીગરાનો સહયોગ મળેલ છે 

  અકિલા કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ જયેશભાઇ ગેરિયા,મંત્રી અક્ષયભાઈ વઢવાણા ,સલાહકાર જીતેન્દ્રભાઈ લાઠીગરા,અતુલભાઈ વેડીયા ,સહમંત્રી સંજયભાઈ વઢવાણા ,સહ ખજાનચી કૃષ્ણકાંતભાઈ ઝીંઝુવાડિયા,તેમજ હિતેશભાઈ રાજપરા ,જયભાઈ વઢવાણા ,ધર્મેશભાઈ સાહોલિયાં,જતીનભાઈ ધંધુકિયા,સચીનભાઈ ધોળકિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા

(1:20 pm IST)