Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પૃષ્ટિ વસંત મહોત્સવ અંતર્ગત કાલે શ્રીનાથજીનો પાટોત્સવ :હોરી, ફૂલફાગ,અને રસિયાનો કાર્યક્રમ

કરણપરા ચોકમાં શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણવાચાર્ય ગો,108 શ્રી ગોવિંદરાયજી મહારાજ તથા ગો,108 મધુસુદનલાલજીના સાનિધ્યમાં દિવ્ય ઉત્સવ :

શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા વસંત મહોત્સવ અંતર્ગત કાલે શ્રીનાથજીનો પાટોત્સવ ઉત્સવ ઉજવાશે જેમાં હોરી,ફૂલફાગ તથા રસીયાનું દિવ્ય આયોજન થયેલ છે આ અંગે અકિલા કાર્યાલય ખાતે વિગતો આપતા અરવિંદભાઈ પાટડીયા ,મેહુલ ભગત સહિતના નજરે પડે છે ( સંદીપ બગથરીયા )

 

રાજકોટ : શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા પૃષ્ટિ મહોત્સવ અંતગર્ત કાલે રાત્રે કરણપરા ચોક ,વસંતધામ પ્રદ્યુમ્ન સ્કૂલ  ખાતે પૃષ્ટિ મહોત્સવ અંતર્ગત શ્રીનાથજીનો પાટોત્સવ ઉજ્વાનાર છે જેમાં હોરી,ફૂલફાગ અને રસીયાનું દિવ્ય આયોજન કરાયું છે

 આ અંગે વિગતો અપાતા પ્રચાર સમિતિના કન્વીનર અરવિંદભાઈ પાટડિયાએ જણાવ્યું હતું કે પૃષ્ટિ મહોત્સવનો પ્રારંભ વેળાએ વૈષ્ણવાચાર્ય ગો,108 શ્રી ગોવિંદરાયજી મહારાજ તથા ગો,108 શ્રી મધુસુદન લાલજી ( શ્રી રુચિર બાવાશ્રી ) ના મંગલ સાનિધ્યમાં શ્રીનાથજી પાટોત્સવ શનિવારે રાત્રે 9થી 12 દરમિયાન વસંતધામ પ્રદ્યુમ્ન સ્કૂલ કરણપરા ચોક ખાતે હોરી,ફૂલફાગ તથા રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખેલ છે

 શ્રીનાથજીના પાટોત્સવના અવસરે વસંત મહોત્સવ અંતર્ગત રાત્રે પૂ,મહારાજશ્રીના વર્ડ હસ્તે દીપ પ્રાગટ્ય થયા બાદ આરતીના દર્શનની ઝાંખી થશે તેમજ વધાઈ કિર્તન તથા પૂ,મહારાજશ્રીના વાચનમૃતનો લ્હાવો મળશે બાદમાં રસિયા ગાન કમલેશભાઈ બાંગાવાળા એવમ સાથીઓ દ્વારા રસિયા ફૂલફાગની પ્રસ્તુતિ થશે

  આ મહોત્સવમાં સાંસદ રમેશભાઈ ધડુક,કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડિયા,ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,સાંસદ મોહનભાઇ કુંડારીયા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ તઃફૂર,ગોપાલ નમકીનવાળા બિપીનભાઈ હળવાણી ,રાધિકા જવેલર્સવાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા,કૃષ્ણકાંત ધોળકિયા,સુખાંભી કોરડીયા,ગોપાલભાઈ બગડાઈ ( ફર્ન હોટલ ) ભાયાભાઇ સાહોલિયાં મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે

(1:18 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST