Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અજમેર - જયપુર ડિવીઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે ૨૦મી ફેબ્રુઆરીની રાજકોટ - દિલ્હી સરાઈરોહીલ્લા એકસપ્રેસ રદ્દ : અન્ય કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ

રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર ડિવીઝનમાં બાંદીકુઈ - દિગવારા સેકશનમાં અને અજમેર ડિવીઝનના બાંગુરગ્રામ અને સેન્ટ્રા સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક પાટા બિછાવવાની કામગીરી ચાલતી હોવાથી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ કામગીરીના કારણે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રાજકોટથી ઉપડતી ટ્રેન નં. ૧૯૫૭૯ રાજકોટ- દિલ્હી સરાઈરોહીલ્લા એકસપ્રેસ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને ડાઈવર્ટેડ રૂટથી ચલાવવામાં આવશે. જેમાં તા. ૨૦ અને ૨૧મીની ટ્રેન નં.૧૯૨૭૦ મુઝફફરપુર - પોરબંદર એકસપ્રેસ દિલ્હી - ગંગાપુર સીટી - સવાઈ માધોપુર - રતલામ - ગોધરા - આણંદ - અમદાવાદ રૂટ ઉપર ચલાવવામાં આવશે. તા.૧૧, ૧૫, ૧૮ અને ૨૨  ફેબ્રુઆરીના ઉપડવાવાળી ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર - દિલ્હી સરાઈરોહીલ્લા એકસપ્રેસ ડાઈવર્ટેડ રૂટ ઉપર અમદાવાદ - આણંદ - ગોધરા - રતલામ - સવાઈ માધોપુર - ગંગાપુર સીટી - દિલ્હી ટ્રેક ઉપર ચલાવવામાં આવશે. આવી જ રીતે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના ઉપડવાવાળી ટ્રેન નં.૧૯૨૬૪ દિલ્હી - સરાઈરોહીલ્લા - પોરબંદર એકસપ્રેસ ડાઈવર્ટેડ રૂટ વાયા દિલ્હી - ગંગાપુર સીટી - સવાઈ માધોપુર - રતલામ - ગોધરા - આણંદ - અમદાવાદ રૂટ ઉપર ચલાવવામાં આવશે.

(1:12 pm IST)
  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST