Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

બામણબોરમાં પાણીની કુંડીમાં ડુબી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત

મુળ મધ્યપ્રદેશનો મજૂર પરિવાર બનાવથી શોકમાં ગરક

રાજકોટ તા.૧૪: બામણબોરમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશ જાંબુવાના વડલીપાડાના માજુભાઇ બારીયાની દિકરી સોના (ઉ.વ.૫)નું બામણબોર જીઆઇડીસીમાં ઝૂપડા પાસે પાણીની કુંડીમાં ડુબી જતાં મોત નિપજ્યું છે.

સોના સાંજે પાંચેક વાગ્યે ઝૂપડા નજીક રમવા ગઇ હતી. થોડીવાર બાદ કોઇ પાણી લેવા કુંડી તરફ ગયું ત્યારે સોના તેમાં ડુબેલી દેખાતા દેકારો મચી ગયો હતો. ૧૦૮ મારફત કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરી હતી. મૃતક એક ભાઇથી મોટી હતી. કુવાડવાના એએસઆઇ આર. કે. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)