Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ક્રાઇમ બ્રાંચ, થોરાળા અને ભકિતનગર પોલીસના દરોડાઃ ૭૧ હજારનો દારૂ કબ્જે

લોહાનગરનમાં રહેતાં મુસ્તાક ઉર્ફ મુસાની ધરપકડઃ ૮૦ ફુટ રોડ પરના આંબેડકરનગરના ચીનો પરમાર અને જંગલેશ્વરના સલિમની શોધખોળ

રાજકોટ તા. ૧૪: વિદેશી દારૂના દરોડાઓમાં ક્રાઇમ બ્રાંચે ૨૧૨૦૦ના દારૂ સાથે એકને પકડ્યો હતો. જ્યારે ભકિતનગર પોલીસે ૯ હજારનો દારૂ જપ્ત કર્યો હતો, આરોપી હાથ આવ્યો નહોતો. થોરાળા પોલીસે ૪૦૮૦૦નો દારૂ કબ્જે કર્યો હતો, અહિ પણ આરોપી હાથમાં આવ્યો નહોતો. કુલ ૭૧ હજારનો દારૂ જપ્ત કરાયો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. મનજીભાઇ, યોગીરાજસિંહ જાડેજા, હિરેનભાઇને મળેલી બાતમી પરથી લોહાનગરના મુસ્તાક ઉર્ફ મુસો બહાઉદ્દીન પીપરવાડીયા (ઉ.૩૫)ને લોહાનગર જાહેર શૌચાલયની સામેની શેરીમાં આવેલી ઓરડીમાંથી રૂ. ૨૧૬૦૦ના ૭૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ, તથા બાતમી મળી એ તમામે મળી આ કામગીરી કરી હતી.

જ્યારે થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ અને ટીમે ૮૦ ફુટ રોડ આંબેડકરનગર-૧૩માં દરોડો પાડી રૂ. ૪૦૮૦૦નો વિદેશી દારૂ કબ્જે લીધો હતો. આ દારૂ આંબેડકરનગરના તુષાર ઉર્ફ ચીનો પરમારનો હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધ્યો છે.

જ્યારે ભકિતનગર પોલીસે કોન્સ. હિતેષ અગ્રાવત અને રાજેશ ગઢવીને મળેલી બાતમી પરથી જંગલેશ્વર-૩માં દરોડો પાડી રૂ. ૯૦૦૦ના બબ્બે લિટરની વ્હીસ્કીના ૬ જગ કબ્જે કર્યા હતાં. આ દારૂ સલિમ રફિકભાઇ જેઠવાનો હોવાનું ખુલ્યું હતું. તે હાથમાં આવ્યો નહોતો. એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા, રણજીતસિંહ, વિક્રમભાઇ, સલિમભાઇ, હિરેનભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ, ભાવેશભાઇ, રવિરાજભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ અને વિશાલભાઇએ આ કામગીરી કરી હતી.

ભવાનીનગરમાંથી હદપાર ભરત ચોૈહાણ પકડાયો

ભવાનીનગર-૩માં રહેતો ભરત મગનભાઇ ચોૈહાણ (ઓડ) (ઉ.૪૨) હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવ્યો હોઇ એ-ડિવીઝનના પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. મેરૂભા ઝાલા સહિતે પકડી લીધો હતો.

(1:09 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST