Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પાણી નડતરરૂપઃ એઈમ્સની ૪૦ એકર જમીન ફેરવાઇ

કલેકટર સાથે વાતચીતઃ ખંઢેરી-પરાપીપળીયા બન્નેની માપણીઃ સ્થળ નિરીક્ષણઃ દિલ્હીની ટેકનીકલ ટીમે વાંધો કાઢયોઃ માર્ચમાં નરેન્દ્રભાઈના હસ્તે ખાતમુહુર્તની શકયતાઃ એઈમ્સ-હિરાસર બન્ને અંગે ડાયરેકટ મુખ્ય સચિવનું મોનીટરીંગઃ પીએમ કિસાન સહાય યોજનામાં સતત ૧૫ દિ' કેમ્પઃ કિસાન ક્રેડીટ કાર્ડ અપાશેઃ રાજકોટમાં ૨ાા લાખ ખેડૂતોને ફાયદોઃ મામલતદાર-ડે. કલેકટર કચેરીનું સરપ્રાઈઝ ચેકીંગ આવતા અઠવાડિયાથી પુનઃ શરૂ થશેઃ જનસેવા કેન્દ્રનું નિરીક્ષણ સેવાઓનો વ્યાપ વધારવાનો સંકેત

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, એઈમ્સમાં પાણી નડતરરૂપ બનતા હાલની જમીન ઢાળવાળી હોય અને ભવિષ્યમાં પાણી ભરાવાની શકયતા, એઈમ્સની દિલ્હીની ટેકનીકલ ટીમે જણાવતા અને વાંધો કાઢતા એઈમ્સ માટે હવે નવી ૩૯ થી ૪૦ એકર જમીન ફેરવવામાં આવી છે.

હાલ પરાપીપળીયાની જે જમીન પસંદ કરાઈ હતી. તેના બદલે તેની બાજુમાં જ નવી ૪૦ એકર જમીન પસંદ કરાઈ છે અને તે માટે રાજકોટ રૂરલ પ્રાંતની ટીમ દ્વારા સ્થળ વીઝીટ પણ કરાઈ હતી. હવે પરાપીપળીયા અને ખંઢેરી બન્નેની આ જમીનની માપણી - સર્વે નંબર ફાઈનલ કરાશે અને ગાંધીનગર રીપોર્ટ મોકલાશે.

કલેકટરે સંકેત આપ્યો હતો કે ફેબ્રુઆરીમાં એઈમ્સનું હાલ ખાતમુહુર્ત શકય નથી, પરંતુ માર્ચમાં વડાપ્રધાન ખાતમુહુર્ત કરી શકે છે. આ અંગે ગાંધીનગર લેવલથી વાતચીત થઈ શકે છે.

એઈમ્સ માટે નવી ૪૦ એકર જમીન લઈ લીધા બાદ કમ્પાઉન્ડ વોલ, વીજતંત્ર - રૂડા દ્વારા કાર્યવાહી થશે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે એઈમ્સ હતો કે એઈમ્સ-હિરાસર એરપોર્ટ માટે અને ઝડપી કામગીરી થાય તે સંદર્ભે મુખ્ય સચિવના અધ્યક્ષપદે કમીટી બનાવાઈ છે અને આ બન્ને પ્રોજેકટ અંગે ડાયરેકટ મુખ્ય સચિવશ્રી મોનીટરીંગ કરી રહ્યા છે.

કલેકટરે દરેક મામલતદાર, ડે. કલેકટર કચેરીનું પોતાની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ અંગે કહ્યું હતુ કે છેલ્લો એક મહિનો થઈ શકયું નથી, પરંતુ આવતા અઠવાડીયાથી તે ફરી ચાલુ કરી દેવાશે. કલેકટરે ગઈકાલે સાંજે નવા બનાવાયેલ જનસેવા કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યુ હતું. હવે તેમા વધુ સેવા આવરી લેવા અંગે સંકેત આપ્યો હતો.

કલેકટરે નિર્દેશ કર્યો હતો કે સતત ૧૫ દિ' જીલ્લામાં પીએમ કિસાન સહાય યોજનામાં ખાસ કેમ્પ રખાશે. શહેર-જીલ્લાના ૨ાા લાખ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ અપાશે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ કરતા ખેડૂતોને પણ લાભ મળશે, પરંતુ તેમની પાસે જમીન હોવી જરૂરી છે.

કલેકટર કચેરીમાં ઓપરેટરોની ભરતી થશેઃ ટૂંકમાં ટેન્ડર

કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતુ કે, જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ઝોનલ કચેરી સિવાય અન્ય તમામ બ્રાંચ માટે ઓપરેટરોની ભરતી કરાશે, આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી તે અંગેની કાર્યવાહી થશે, ૧૦થી ૧૨ હજારના પગારનો સંકેત

 

(4:09 pm IST)