Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

સફાઈ કામદાર એસો. હડતાલમાં નહી જોડાય

ભાજપ શાસનમાં વારસદારો-પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતી થઈ છેઃ રાજકીય રોટલા શેકવા કેટલાક લોકો વાલ્મિકી સમાજને ગેરમાર્ગે દોરી ખોટી રજૂઆતો કરે છેઃ યુનિયનના મંત્રી શંકર વાઘેલાની સ્પષ્ટતા

સફાઈ કામદારોની હડતાલ સાથે સફાઈ કામદાર એસોસીએશન સહમત નથી તે બાબતે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા યુનિયના મંત્રી શંકર વાઘેલા સહિતના હોદેદારો વિસ્તૃત વિગતો રજૂ કરી રહેલા તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૧૪ :. સફાઈ કામદારોની ભરતી બાબતે આવતીકાલે થનાર સફાઈ કામદારોની હડતાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કામદાર યુનિયન નહીં જોડાય તેવી સ્પષ્ટતા યુનિયનના મંત્રી શંકરભાઈ વાઘેલાએ કરી છે.

આ અંગે રાજકોટ મ્યુ. કોર્પોરેશન સફાઈ કામદાર એસો.ના પ્રતિનિધિઓ તેમજ યુનિયનના મંત્રી શ્રી શંકર એમ. વાઘેલાની સંયુકત યાદી જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારો તેમજ સફાઈ કામદારોની ભરતી અંગે વાલ્મીકી સમાજના રાજકીય માણસો પોતાના રોટલા શેકવા માટે તેમજ વાલ્મીકી સમાજને તેમજ સફાઈ કામદારોને ગુમરાહ કરીને વાલ્મીકી સમાજના ધર્મગુરૂશ્રી પરમ પૂ.શ્રી ચિમનાજી બાપુને ગેરમાર્ગે દોરીને સફાઈ કામદારોની ભરતી અંગે અવારનવાર રજૂઆતો કરીને રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને પદાધિકારીશ્રીઓને ખોટી રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓને કોર્પોરેશનમાં ચાલતા ટ્રેડ યુનિયનોને કોર્પોરેશન તરફથી માન્યતા મળેલ હોય તેમજ ઓફિસો ફાળવવામાં આવેલ હોય તેવા અમારા માન્ય યુનિયનને ઓફિસ ફાળવેલ છે, છતાં અમારૂ યુનિયન આ લડતની અંદર કોઈ પણ જગ્યાએ સહમત નથી, કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી રાજકોટ શહેરના વાલ્મીકી સમાજને ઘણો વિકાસ થયેલ છે. ૧૯૯૫થી લઈને ૧૯૯૭માં ૧૦૦૦ માણસોની પાર્ટ ટાઈમ તરીકે સફાઈ કામદારો તરીકે ભરતી કરવામાં આવેલ. તેમજ અમારા સફાઈ કામદારો અશકત તેમજ બિમારી સબબ જે સફાઈ કામદારો સ્વૈચ્છીક રાજીનામુ આપે છે તેવા સફાઈ કામદારોના વારસદારોને સ્વૈચ્છીક રાજીનામુ મંજુર કરીને તેઓના વારસદારોને નોકરી આપવામાં આવે છે. ભરતી અંગેનો મુદ્દો છે તે ખરેખર યુનિયન દ્વારા જ રજૂઆત કરવાની હોય પરંતુ આ રજુઆતની અંદર કેટલાક રાજકીય લોકો પોતાની અહમ જમાવવા માટે ઘણા સુકાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામાથી લઇને શિક્ષીત લોકોની અવાર-નવાર ખોટી રજુઆતો કરીને કોર્પોરેશનના અધિકારીઓ પાસે પોતાનો સિકકો જમાવવા માટે ગુમરાહ કરે છ.ે તેમાં સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ તેમજ યુનિયન મંત્રી શંકર એમ.વાઘેલા કોઇપણ જગ્યાએ છે નહિ અને આ લડતની અંદર યુનિયનના પ્રતિનિધિઓ જોડાશું નહિ. તેવું અમે અમારા યુનિયન દ્વારા લેખિત જાહેર કરીએ છીએ.

આ શુભેચ્છા મુલાકાતમાં સંજયભાઇ નારોલા (કન્વીનર પછાત સેલ),  કાળુભાઇ આર.વાઘેલા, તુલશીભાઇ બી. બાપોદરા, બીજેપી કાર્યકર વોર્ડ નં. ૭, ભવનભાઇ બી. શીગોળા, દિપકભાઇ ઘાવરી, રસીકભાઇ પી.વાઘેલા, પ્રકાશભાઇ વાઘેલા, રોહીતભાઇ વાઘેલા, રામેશ્વરભાઇ ડી. પરમાર, દર્શન વાઘેલા, ચેતનભાઇ એલ. શીંગાળા, મુકેશભાઇ સોલંકી વગેરે જોડાયા હતા.

(4:09 pm IST)