Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

કાર જોઇ અનિસ ગોલી, અકિલ, તનુડો અને અફઝલ સામે આવ્યા ને અનિસે ફાયરીંગ કર્યુ

પોપટપરા નાલા પાસેની ઘટનામાં પોલીસે હકુભાના દિકરા મુસ્તુફા ખિયાણીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે હત્યાની કોશિષ, આર્મ્સ એકટનો ગુનો નોંધ્યો : અકબર ઉર્ફ હકુભાના દિકરા વસીમ પાછળ પંદર દિ' પહેલા અનિસ અને અકિલ છરી લઇ મારવા દોડ્યો હોઇ મુસ્તુફા સહિતના તેને સમજાવા નીકળ્યા ને કાર પર ભડાકો થયો

રાજકોટ તા. ૧૪: પોપટપરામાં મંગળ-બુધની મોડી રાત્રે એકાદ વાગ્યે ભીસ્તીવાડના અકબર ઉર્ફ હકુભા ખિયાણીના પુત્રો અને મિત્રની ફોર્ચ્યુનર કાર પર ફાયરીંગ કરવાની ઘટનામાં પોલીસને મહત્વના પુરાવા મળતાં આ મામલે હત્યાની કોશિષ, આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ મહમદ ગોલીના પોૈત્ર અનિસ સહિત ચાર સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરવામાં આવી છે.

પોલીસે જંકશન પ્લોટ પાસે ભીસ્તીવાડ મેઇન રોડ પર મોરબી હાઉસ સામે રહેતાં અને સર્વિસ સ્ટેશન ચલાવતાં મુસ્તુફા અકબરભાઇ ઉર્ફ હકુભા ખિયાણી (ઉ.૨૧)ની ફરિયાદ પરથી અનિસ ગોલી, અકિલ ગોલી, તનુડો અને અફઝલ સામે આઇપીસી ૩૦૭, ૧૧૪, ૪૨૭, આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) (બી) ૨૭ મુજબ ગુનો નોંધ્યો છે. મુસ્તુફાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો ભાઇ વસીમ કાર સર્વિસનું કામ કરીએ છીએ. મંગળવારે સાંજે આઠેક વાગ્યે હુંે તથા મોટો ભાઇ મિરઝાદ સર્વિસ સ્ટેશને ગયા હતાં. ત્યારે બીજો ભાઇ વસીમ છેલ્લા દસેક દિવસથી મુંજવણમા ં હોઇ મારા મિરઝાદે તેને આ ંગે પુછતાં તેણે કહેલ કે દસ દિવસ પહેલા પોતે પોપટપરા નાલા પાસે હતો ત્યારે અનિસ ગોલી અને અકિલ ગોલીએ બાઇક પર આવી છરી કાઢી મારવા દોડતાં પોતે ત્યાંથી ભાગી ગયો હતો. બંનેની બીકને લીધે આજ સુધી વાત કરી નહોતી.

આ રીતે મારા ભાઇ વસીમે વાત કરતાં મેં અને મારા ભાઇએ બીજા ભાઇ અબ્દુલભાઇ, મિત્રો સુનિલ, ધવલ સહિતને સર્વિસ સ્ટેશને બોલાવ્યા હતાં. બાદમાં ફોર્ચ્યુનર કાર જીજે૩એફડી-૦૯૬૩માં હું, મોટો ભાઇ મિરઝાદ, અબ્દુલભાઇ, મિત્રો સુનિલ અને ધવલ એમ પાંચ જણા પોપટપરામાં અનિસ અને તેના ભાઇ અકિલને સમજવવા પોપટપરા આજુબાજુ વિસ્તારમાં તેને મળવા ગયા હતાં. પણ તે મળ્યા નહોતાં. ત્યાંથી પરત આવી રહ્યા હતાં ત્યારે રાત્રીના એકાદ વાગ્યે પરસાણાનગરથી પોપટપરાના રસ્તા પર નાલા પાસે પહોંચતા અકિલ ગોલી, અનિસ ગોલી, તનુડો અને અફઝલ લંઘો એકટીવા પર આવ્યા હતાં અને અમારી કાર આડે આવી ગયા હતાં. અનિસે તેના નેફામાંથી પિસ્તોલ જેવું હથીયાર કાઢી ગાડી આગળ તાંકતા મારો ભાઇ મિરઝાદ ગભરાઇ જતાં તેણે ગાડીની સ્પીડ વધારી દીધી હતી. એ દરમિયાન અનિસે ફાયરીંગ કરતાં હું ડ્રાઇવર સીટની બાજુમાં બેઠો હોઇ તે કાચમાં ગોળી વાગતાં અવાજ થયો હતો અને કાચ ફુટી ગયો હતો. તેમજ મારા શરીર પર કાચના ટૂકડા આવ્યા હતાં. અમેત્યાંથી ભાગીને રૂખડીયા તરફ જવાના રસ્તે ગયા હતાં. ત્યાં અનિસ, તનુડો, અફઝલ એકટીવા પર આગળ ઉભા હોઇ તેણે પણ અમારી ગાડી રોકવા પ્રયાસ કર્યો હતો. અમે ત્યાંથી માંડ માંડ ભાગી નીકળ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી.

પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, સંજયભાઇ દવે તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૧૧)

 

(3:58 pm IST)