Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

એટેચમેન્ટ તે માત્ર મારી મૂર્ખતા છે : પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજયશ્રીની જામનગર પધરામણી : અટેચમેન્ટ મુકિતનો કલ્યાણ બોધ આપ્યો

રાજકોટ, તા.૧૪ : રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મ.સા. રાજકોટ નગરથી વિહાર કરીને જામનગરના શ્રી પારસધામ સંઘમાં પધારતા સર્વત્ર આનંદ-ઉત્સાહ પ્રવર્તેલ.

ત્રણ વર્ષના લાંબા સમય બાદ પારસધામમાં મંગલ પધરામણી કરી રહેલા પૂજય ગુરૂ ભગવંતને વધાવવા સ્વાગત શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી.

સહુના અંતરમાં ઉઠતા મંગલ ભાવોની સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવતા દિવ્ય પરમાણુઓની સ્પર્શનામાં સહુ ભાવિકો ભીંજાયા હતા.

રાષ્ટ્રસંત પૂજયશ્રીની જામનગરમાં સ્થિરતા દરમ્યાન વિશેષરૂપે ત્રિદિવસીય 'આત્મશુદ્ધિ' શિબિર આયોજીત કરવામાં આવી છે. શિબિરના પ્રથમ દિવસે ઉપસ્થિત સેંકડો ભાવિકોને આત્મશુદ્ધિના પ્રથમ પગથિયા સ્વરૂપ એટેચમેન્ટ લેસ બનવાનું કલ્યાણકારી બોધ આપતા રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સમજાવ્યું હતું કે, ભૂતકાળમાં જે સાથે હતું નહીં અને ભવિષ્યકાળમાં છે રહેવાનું નથી એના માટે એટેચમેન્ટ રાખવું તે માત્ર ને માત્ર મૂર્ખતા હોય છે. એટેચમેન્ટના કારણે હંમેશા મારાપણાનો અધિકાર ભાવ આવતો હોય છે. એટેચમેન્ટ હંમેશા અશાંતિનું કારણ બનતું હોય છે. કેમકે જયાં મારાપણું છે ત્યાં માત્ર અશાંતિ અને સમાધિ હોય છે, પરંતુ પરમાત્મા કહે છે કે, કોઇપણ વસ્તુની જયારે રિઆલિટી ખબર પડી જાય, એનો અંત દેખાઇ જાય ત્યારે એટેચમેન્ટ શૂન્ય બની જતું હોય છે. પ્રભુ કહે છે કે, કોઇના પ્રત્યેની લાગણી કયારેય કાયમ નથી હોતી, લાગણીની દરેક બોટલ પર એકસપાયરી ડેટ લખાયેલી જ હોય છે. આ સત્ય જેને એકવાર અંદરથી સમજાઇ જાય છે તે સદાને માટે સુખી બની જતા હોય છે.

આ અવસરે ૧૪ વર્ષના લાંબા સમય બાદ જામનગરની ધરા પર વિરલપ્રજ્ઞા પૂજયશ્રી વિરમતીબાઇ મહાસતીજી આદિ ઠાણા ૪ની પધરામણી થતા સહુ અહોભાવિત થયા હતાં.

(3:56 pm IST)