Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

બેસ્ટ બેબી કોન્ટેસ્ટઃ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ''મી એન્ડ મોમ''કન્સેપ્ટ

જાહેરાત અને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ૨૦ વર્ષની કાર્યરત કેમ્પેઈન એડર્વટાઈઝીંગ દ્વારા વિજેતાને મોડેલિંગ એસાઈનમેન્ટ તેમજ ગેસ્ટ રેડિયો જોકી બનવાની તક સર્ટીફિકેટ, મેડલ, ગીફટ હેમ્પર, તેમજ સાયકલ જેવા લાખેણા ઈનામોની વણઝાર માતા-બાળકનું સંયુકત સ્ટેજ એપીયરન્સ

રાજકોટ,તા.૧૩: રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી એડર્વટાઈઝીંગ તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત એવી કેમ્પેઈન એડર્વટાઈઝીંગ દ્વારા એક નવીનતમ પ્રકારે બાળકોમાં રહેલ ટેલેન્ટ તેમજ ખામી ને અલગ તારવીને સોફટ સ્કીલ ટ્રેઈનરનાં સહયોગથી પેરેન્ટ્સ સુધી પહોંચાડવાનો નવીતમ પ્રયાસ આગામી રવિવારના તા.૩ માર્ચના રોજ પ્રમુખ સ્વામી ઓડીટેરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

તદુપરાંત સમગ્ર સૌરાષ્ટમાં સૌપ્રથમ વાર ''મી એન્ડ મોમ'' નાં નાવીન્યસભર કન્સેપ્ટ સાથે માતા તથા બાળક બંને ને સ્ટેજ પર પોતાની સ્કીલ રજૂ કરવાની  તક મળશે. વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાત જજ ની પેનલ દ્વારા માતા-બાળકને પેરંટીંગ, ચાઈલ્ડ કેર, ફુડ-ફીટનેશ, ફેમીલી બોન્ડીંગ જેવી બાબતોનાં સવાલ જવાબોનું આદાન પ્રદાન કરવામાં આવશે અને શ્રેષ્ઠ જવાબ આપનાર તેમજ ઓવરઓલ ઉતમ પર્ફોમન્સ આપનાર માતા-બાળકને આગામી દિવસોમાં યોજાનાર એવોર્ડ સેરેમનીમાં પુરષ્કૃત કરવામાં આવશે.

આ નાવીન્યસભર ઈવેન્ટને દેશ વિદેશની અનેક પ્રખ્યાત કંપનીઓ FFB- બિગ બજાર, માલાબાર ગોલ્ડ જવેલર્સ, બાલાજી વેફર્સ પોતાની પ્રોડકટસ રજૂ કરશે.

રાજકોટ શહેરના ખ્યાતનામ આરવ ચાઈલ્ડ હોસ્પિટલનાં ડો. તત્સ જોષી અને તેમની ટીમનાં સ્પેશ્યાલીસ્ટ એવા ૧પ થી વધારે પીડીયાટ્રીશ્યનના સીધા માર્ગદર્શનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકનું વૈજ્ઞાનીક પધ્ધતીથી મુલ્યાંકન કરવામાં આવશે. સાથે સાથે ફેશન જગતની દિગ્ગજ હસ્તી દ્વારા બાળ સ્પર્ધકોના પહેરવેશ તેમની સ્ટાઈલ અને તેમનામાં રહેલ અન્ય ખુબીઓનાં આધારે મુલ્યાંકન કરી વિજેતા જાહેર કરવામાં આવશે.

આ ઈવેન્ટમાં ૬ માસથી ૧ વર્ષ સુધીના, ૧ વર્ષથી વધુ અને ૩ વર્ષ સુધીના તેમજ ૩ વર્ષથી વધુ અને પ વર્ષ સુધીના એમ કુલ ત્રણ વિભાગમાં વહેચવામાં આવેલ છે. પ્રત્યેક વિભાગનાં તમામ સ્પર્ધકોનું વિવિધ નિષ્ણાતો દ્વારા અલગ અલગ પધ્ધતીથી મુલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વિભાગનાં વિજેતાઓને આગામી રવિવાર તા.૧૦ માર્ચના રોજ  પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, ખાતે ભવ્ય એવોર્ડ સેરેમનીમાં સન્માનવામાં આવશે.

વિજેતાઓને અનેક લાખેણા ઈનામો, સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી સન્માનવામાં આવનાર છે. તેમજ દરેક સ્પર્ધાના મુખ્ય વિજેતાને વિવિધ કોર્પોરેટ કંપનીનાં આઉટડોર પ્રમોશનમાં મોડેલીંગનો ચાન્સ આપવામાં આવશે.

તેમજ શહેરના અગ્રણી રેડીયો સ્ટેશન MY FM 94.3 માં ગેસ્ટ રેડીયો જોકી બનવાની પણ તક આપવામાં આવશે. આ સમગ્ર ઈવેન્ટ ફેસબુક પર લાઈવ પ્રસારીત થશે તેમજ વિવિધ સેટેલાઈટ,  ટી.વી., ચેનલનાં માઘ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.  આયોજનને હોર્ડિંગ્ઝ, ન્યુઝપેપર, રેડિયો, સોશ્યલ મિડિયા બલ્ક ઈમેલ, મોલ મ૯ટીપ્લેકસ બ્રાન્ડીંગ જેવા અત્યાધુનિક માધ્યમથી પ્રચારીત કરવામાં આવનાર છે તેમજ શહેરનાં નામાંકિત પ્લે સ્કુલ તેમજ નર્સરીનો સંપર્ક કરી આ ઈવેન્ટને બહોળા પ્રમાણમાં પ્રતીસાદ મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ સ્પર્ધાના ફોર્મ (૧)  બીગ બજાર, ૧પ૦ ફુટ રીંગ રોડ. (ર)  પૂજા હોબી સેન્ટર એલ-૧પ, ૬-ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ અને અક્ષર માર્ગ ક્રોસ રોડ પાસે, કાલાવડ રોડ, રાજકોટ. (૩) સ્નેપ કીડસ સ્ટોર  ડો. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ સામે,જાગનાથ પ્લોટ, રાજકોટ. (૪) અનિલ ટાઇમ્સ જીવન બેંકની સામે, ઢેબર રોડ, (પ) કે કે ટોયસ, ''ગીરીશકુંજ'', કાંતાસ્ત્રી વિકાસ ગૃહ સામે, મીલપરા મેઈન રોડ. (૬) ઉડાન ફોટો, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક. (૭) ડો૯સ એન્ડ ડયુડ ઈન્ટરનેશ્નલ પ્રી સ્કુલ, પ-એ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ, સોમેશ્વર ચોક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ તેમજ (૮) કંકુ દશ, રોટરી કલબ લાઇબ્રેરી પાસે, અમીન માર્ગ (૯) ડોરીમી, ૪ - નીરંજન એપાર્ટમેન્ટ, ર - યોગીદર્શન સોસાયટી, સ્વામિનારાયણ મંદિર પાછળ, કાલાવડ રોડ ખાતેથી મળશે. 

વધુ વિગત માટે આ ઈવેન્ટના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની ધર્મેશ શાહ ( ૯પ૧ર૭ ૬૧રપ૩) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

તસવીરમાં કેમ્પેઈન એડ વાળા ધર્મેશભાઈ શાહ તથા ફાલ્ગુનીબેન શાહ દર્શાય છે.(૩૦.૮)

(3:58 pm IST)