Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રાજકોટ નજીક સાત હનુમાન પાસે આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ નગર માં ટ્રકમાં વીજ વાયર ફસાઈ જતાં ટ્રાન્સફોર્મર ધડાકા સાથે તૂટી ને બાજુ માં આવેલ ચા ની કેબિન ઉપર પડતા કેબિન તૂટી પડી હતી. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.(વોટ્સએપ તસ્વીર સૌજન્ય - જયદીપભાઈ સુરાણી)

(8:24 pm IST)
  • ધો.૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પ લાઈન શરૂ નં ૧૮૦૦ ૨ ૩૩૫૫૦૦ વિદ્યાર્થી- વાલીઓને માર્ગદર્શન મળી રહેશે સવારે ૧૦ થી ૬ સુધી access_time 4:22 pm IST

  • દેશમાં આજે ઠેર-ઠેર થઈ રહ્યો છે વેલેન્ટાઇન-ડે નો વિરોધ : હૈદ્રાબાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા બાળ્યા : ચેન્નાઈમાં ભારત હિંદુ ફ્રન્ટ સંસ્થાએ વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં કુતરા ને ગધેડાના લગ્ન કરાવ્યા : અમદાવાદમાં રીવરફ્રન્ટ પર બજરંગ દળના લોકો પ્રેમી યુગલો પાછળ લાકડી લઈને દોડ્યા : પટણામાં વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને પુતળા સળગાવ્યા હતા. access_time 12:57 pm IST

  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST