Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રવિવારે બ્રહ્મસમાજ ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો રેલ્વે ગ્રાઉન્ડે મેગા ફાઈનલ

રાજકોટ, તા. ૧૪ :. સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ શહેરોમાંથી કુલ ૨૪ ટીમોએ ભાગ લીધેલ. ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૧ જાન્યુઆરીથી શરૂ કરી અને છેલ્લા પાંચ રવિવારથી લીગ મેચો રમાય રહી છે. આગામી ૧૮ને રવિવારના સવારે ચાર ટીમો વચ્ચે સેમી ફાઈનલ અને બપોરે ૩ કલાકે બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. જેમા સેમી ફાઈનલમાં પ્રવેશેલ ચારેય ટીમોને આઈ.પી.એલ.ની જેમ વિવિધ રંગના પોશાક આપવામાં આવશે. સેમી ફાઈનલમાં પ્રવેશ ચાર ટીમોમાં (૧) મુરલીધર ઈલેવન (૨) ભૂદેવ ઈલેવન (૩) દ્વારકેશ ઈલેવન (જામનગર) (૪) ભૂદેવ સેવા સમિતિ ઈલેવનનો સમાવેશ થાય છે.

સમગ્ર ટૂર્નામેન્ટના આયોજન માટે કશ્યપભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઈન્ચાર્જ દર્શિતભાઈ જાની, હિતેષભાઈ જાની, મયુરભાઈ પાઠક, કિશોરભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, ધવલભાઈ, રાહુલભાઈ, જાનીભાઈ (દાદા), રાજુભાઈ ભટ્ટ, કરણ જાની વગેરે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજના આ આયોજનને અભિનંદન મળી રહ્યા છે.દર્શિતભાઇ જાનીની યાદી જણાવે છે કે આ પ્રકારના આયોજનથી બ્રહ્મ યુવાનોની ક્રિકેટ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે તેમજ તેમની આ પ્રતિભાનો સમાજને લાભ અવશ્ય મળશે.

સમગ્ર ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં વિવિધ ટીમોના કેટલાક ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. જેમાં સુદીપ મહેતા, અંકિત સોમપુરા, હેમલ બક્ષી, સ્વામી, દેવેન, કશ્યપ, કિશન વગેરેનો સમાવેશ થાય છે. બ્રહ્મ યુવાનોનો ઉત્સાહ તથા પ્રચંડ પ્રતિભાવ જોતા આગામી દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા રાત્રી પ્રકાશ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આગામી રવિવારના ફાઇનલ મેચમાં બહોળી સંખ્યામાં બ્રહ્મમિત્રો ઉપસ્થિત રહી રમતવીરોનો ઉત્સાહ વધારાશો તેવી મને ખાત્રી છે.

(5:09 pm IST)
  • ચક્રવાત ''ગીતા'' વાવાઝોડાએ ટોંગા દેશમાં તબાહી મચાવીઃ૧૦૦ વર્ષ જુનું સંસદ ભવન ધ્વસ્તઃ ૬૦ વર્ષમાં સૌથી શકિતશાળી તોફાન access_time 3:53 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી. access_time 1:27 am IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST