Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ડીઝલ એન્જીન પાર્ટસ પર જીએસટી ૧૮ ટકાના બદલે ૪ કે ૫ ટકા કરો

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા પ્રિ બજેટ મેમોરેન્ડમરૂપે ૧૨ મુદ્દે નાણામંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૪ : આગામી અંદાજપત્રને લઇને પ્રિ મેમોરેન્ડમરૂપે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઇ પટેલ અને માનદમંત્રી  અશ્વિનભાઇ પટેલ દ્વારા નાણામંત્રીને વિવિધ ૧૨ મુદ્દે સુચનો કરાયા છે.

જેમાં ડીઝલ એન્જીન પાર્ટસ પર ૪ ટકા ટેકસ લાગતો તે જીએસટી આવ્યા બાદ ૧૮ ટકા થઇ જતા મોટો માર પડી રહ્યો છ. જેથી પૂર્વવત ૪ ટકા અથવા નવા સ્લેબમાં ૫ ટકા કરી આપવા તેમજ આંતર રાજય ખરીદીની છુટ અપાઇ તે રીતે વેંચાણમાં પણ છુટ આપવા તથા રીટર્ન દર માસને બદલ ત્રિમાસીક કરી આપવા સુચન કરેલ છે. ક્ષતિ સબબ વેપારીને છ માસની જેલ સજા પણ અધિકારીઓને દુરૂપયોગ કરવા પ્રેરે તેમ હોવાનું જણાવાયુ છે.

(5:08 pm IST)