Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જામનગરના ઇકબાલ ઉર્ફે બાઠીયા પર ફાયરીંગ કરી હત્યાની કોશીષમાં આઠ શખ્સો પકડાયા

નવ દિવસ પુર્વેના ઘંટેશ્વર પાસેનો બનાવમાં ગાંધીગ્રામ પોલીસે આઠેય શખ્સોને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઝડપી લીધાઃ ત્રીજી કાર અને પીસ્તોલ કબ્જે કરાઇઃ રીમાન્ડ મંગાશે

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.આર.ભાટુ તથા પોલીસ સ્ટાફ બાજુમાં પકડાયેલા ૮ શખ્સો અને ઇન્સેટ તસ્વીરમાં પીસ્તોલ-ત્રણ કાર્ટીસ અને નીચે ત્રણ કાર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૪: જામનગરનો નામચીન પઠાણ શખ્સ ફાયરીંગના ગુનામાં રાજકોટની જેલમાંથી આઠ દિવસ પહેલા છુટયો તે સાથે જ તેની કારને રાજકોટના જામનગર રોડ ઘંટેશ્વર નજીક આઠ શખ્સોએ આંતરી ફાયરીંગ કરી હત્યાની કોશીષના ગુનામાં જામનગરના આઠ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે વાંકાનેર મોરબી હાઇવે પર તીરથ હોટલ નજીકથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર નાગેશ્વર રોડ ગોમતીપુર ખાતે રહેતો અને નદીના પટમાં નાયબ ઓટો નામે આફીસ રાખી જુના ટુ-વ્હીલર-અને કારની લે-વેચનો ધંધો કરતો ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયક (ઉ.૪૧) ગત તા. ૬/ર ના રોજ રાજકોટ જેલમાંથી છુટીને મિત્રો સાથે એમ.એચ. ૦૪-ઇએન-ર૭ર૭ નંબરની બી.એમ.ડબલ્યુ કારમાં જામનગર જતો હતો ત્યારે જામનગર રોડ ઘંટેશ્વર પાસે નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર ત્રણ કારમાં આવેલા બાર જેટલા શખ્સોએ તેને આંતરી ધડાધડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકે જામનગરના સાદીક અબ્દુલ ઉર્ફે અભલ બુચડ, રજાક ઉર્ફે સોપારી દાઉદભાઇ ચાવડા, હુશેન દાઉદભાઇ ચાવડા, અમીન નોટીયાર તથા અજાણ્યા આઠ શખ્સે વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ.એચ.આર. ભાટુ તથા રાઇટર ભાનુભાઇ અને રસ્મીનભાઇ સહિતે તપાસ આદરી હતી. ઇકબાલ ઉર્ફે બાઠીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, અબ્દુલ ઉર્ફે અભય બુચડ પોતાનો મિત્ર હોય.

અને અમે અવાર નવાર સાથે દારૂ પીતા હતા. આ બાબતે અબ્દુલભાઇના દીકરા સાદીક (રહે. જામનગર શરૂ સેકશન રોડ)ને ગમતુ ન હોઇ, તે બાબતે બે માસ પહેલા મને ફોન કરી ગાળો દીધી હતી. આ બાબતે મેં તેના પિતા અબ્દુલભાઇને વાત કરતા પુત્ર સાદીક ઉશ્કેરાયો હતો અને મારા ઘરે તેના મિત્રો સાથે આવતા મેં ઉશ્કેરાઇને તેના પર ફાયરીંગ કરતા તેના મિત્રો અમીન નોતીયાર અને બાપુડીને ઇજા થઇ હતી. આ ડખ્ખામાં તેણે મારા વિરૂધ્ધ જામનગર સીટી બી ડીવીઝનમાં ફરીયાદ કરતા હું તે ગુનામાં રાજકોટ જેલમાં હતો. ગત મંગળવારે સાંજે હું આ ગુનામાં જામીન પર છુટયો હતો.

આ પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.આર.ભાટુ, પીએસઆઇ આર.જે.જાડેજા, ભાનુભાઇ મીયાત્રા, રશ્મીનભાઇ તથા શૈલેષભાઇ અને યુવરાજસિંહ સહીતે બાતમીના આધારે વાંકાનેર-મોરબી રોડ પર તીરથ હોટલની બાજુમાં આવેલી દરગાહ પાછળથી જામનગર પંચવટી ગૌશાળા સોસાયટીમાં રહેતા રજાક ઉર્ફે સોપારી દાઉદભાઇ ચાવડા (ઉ.વ.૪ર), અમીન હુસેનભાઇ નોતીયાર (ઉ.વ.૩૯), હુસેન દાઉદભાઇ ચાવડા (ઉ.વ.૩૮), સાદીક અબ્દુલભાઇ ઉર્ફે અભલભાઇ બુચડ (ઉ.વ.૩૧), ઈલ્યાસ બશીરભાઇ મલેક (ઉ.વ.૩૩) શાહબાઝ હુસેનભાઇ (ઉ.વ.ર૮), ઇમ્તીયાઝ અલ્લારખાભાઇ બ્લોચ (ઉ.વ.ર૮) અને રોહાન ઇકબાલભાઇ બેલીમ (ઉ.વ.રપ)ની ધરપકડ કરી હતી અને પોલીસે  જીજે ૧૦ સીજી-પ૦૮૮ નંબરની સ્વીફટ કાર, જીજે ૧૦ બીઆર ૮૭૯ર નંબરની એકસયુવી અને જીજે ૧૦ સીએન ૯૭૮૬ નંબરની આઇ-ર૦ કાર અને પીસ્તોલ કબ્જે કરી હતી. આઠેફ શખ્સોને સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.

(4:56 pm IST)
  • અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનઃ હેડ કોન્સ્ટેબલનું મોત: શાંતિપુર ચોકડી પાસે અજાણ્યા વાહને ટકકર મારી ભાગી ગયો access_time 4:22 pm IST

  • શાહી લગ્નઃ બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી : પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન ૧૯ મે,ના રોજ યોજાશે access_time 3:50 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટોઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી access_time 9:38 am IST