Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રવિવારે ૫૫ કન્યાઓ એકસાથે પ્રભુતામાં પગલા પાડશે

ભારત વિકાસ પરિષદ- સરગમ કલબ દ્વારા રાયઠઠ્ઠા પરિવારના સહયોગથી આયોજનઃ તમામ દિકરીઓને સાતફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ અપાશેઃ માતા- પિતા વિહોણી દિકરીઓને કન્યાદાનઃ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પઃ લસણ- ડુંગળી વગરનું જૈન મેનુ ભોજનમાં પીરસાશેઃ વિજયભાઈ પણ હાજરી આપશે

રાજકોટ,તા.૧૪ : ભારત વિકાસ પરિષદ- આનંદનગર શાખા તથા સરગમ કલબ રાજકોટ દ્વારા આગામી તા.૧૮ને રવિવારના રોજ પારીજાત પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટલીંગ હોસ્પીટલ પાસે, રાજકોટ ખાતે ૫૫ કન્યાઓના નિઃશુલ્ક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

આ સમૂહલગ્ન દાતા અને લિસ્બન (પોર્ટુગલ) સ્થિત એનઆરઆઈ મમતાબેન દિપકભાઈ રાયઠઠ્ઠા તથા દિપકભાઈ જેઠાલાલ રાયઠઠ્ઠા પરિવાર દ્વારા તેમના માતા- પિતા સ્વ.સાવિત્રિબેન જેઠાલાલ રાયઠ્ઠઠા તથા સ્વ.જેઠાલાલ દેવજીભાઈ રાયઠઠ્ઠાના સ્મરણાર્થે. કરિયાવરમાં સોનાનાં મંગલસૂત્ર, નાકનું ચૂક, ચાંદીના સાકરા, ફેરવા, વિંછીયાં, કબાટ, પલંગ, બ્લેન્કેટ, પાનેતર, ઘરચોળું, ૧૧ સાડીના સેટ, વિ. વસ્તુઓ પોતાની દિકરીને સાસરે વળાવતા હોયએ રીતે કરિયાવર આપવામાં આવનાર છે.ઙ્ગ

 આ સમુહ લગ્નમાં ઉદઘાટક  તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અજંલીબેન વિજયભાઇ રૂપાણી, રાજકોટ નાગરીક બંેકના ચેરમેન શ્રી નલીનભાઇ વસા,વા. ચેરમેનશ્રી જીવણભાઇ પટેલ આરએસએસ રાજકોટ મહાનગરના સંઘચાલક ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, મેયર ડો. જયમનભાઇ ઉપાધ્યાય, પુર્વ મેયર જનકભાઇ કોટક, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ,  શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહેનાર છે.

આ સમૂહલગ્નમાં રાજુભાઈ ગોસ્વામી, હરિસીંગભાઈ સુચારીયા, રમેશભાઈ ઠકકર, ચંદ્રકાન્તભાઈ શેઠ, મૌલેષભાઈ પટેલ, કમલનયનભાઈ સોજીત્રા વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ યોગી ડીવાઈન સોસાયટીના પૂ.ત્યાગવલ્લભ સ્વામી તેમજ બીએપીએસના અપૂર્વમુની સ્વામી આશીર્વચન આપશે. હરિશભાઈ મોહનભાઈ ભલસોડ (એનઆરઆઈ) (દારેસલામ) ઉપસ્થિત રહી કન્યાઓને કન્યાદાન કરશે.

આ સમૂહલગ્નમાં વરપક્ષ તથા કન્યાપક્ષના તમામ લોકો માટે નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ કન્યાઓને સરકારશ્રીના સાતફેરા સમૂહલગ્ન યોજના તથા કુંવરબાઈનું મામેરૃં યોજનાનો લાભ આપવામાં આવનાર છે.

આ સમૂહલગ્ન પ્રસંગે સીવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તથા થેલેસેમીયા પીડિત બાળકો માટે રકતદાન શીબીર યોજાશે. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન ચક્ષુદાન તથા દેહદાન અંગે માહિતી અપાશે. તેમજ એનીમલ હેલ્પલાઈનના સહકારથી શાકાહારનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તેમજ પક્ષીને પાણી પીવાના કુંડા તથા ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ સમૂહલગ્નમાં ભારત વિકાસ પરિષદના બહેનો શોભનાબેન ગોસ્વામી, વિજયાબેન કોરાટ, કલાબેન પાનસુરીયા, કુસુમબેન ડોડીયા, ડોલીબેન લાઠીયા, રાધાબેન પટેલ, નયનાબેન પેઢડીયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, રમાબેન ગુજરીયા સહિતના બહેનો પોતાની સેવા આપશે. આ સમૂહલગ્નમાં ભારત વિકાસ પરિષદની આનંદનગર શાખા ઉપરાંત અયોધ્યા શાખા, રણછોડનગર શાખા, નટરાજનગર શાખા તેમજ શ્રી ભવનાથ મિત્રમંડળ, શ્રી બાપાસીતારામ મંડળ, શ્રી સદ્ગુરૂ મહિલા ટ્રસ્ટ વિગેરે સંસ્થાના કાર્યકર્તાઓ પોતાની સેવા આપનાર છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર- કચ્છ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી, એનીમલ હેલ્પલાઈનના મિતલભાઈ ખેતાણી, ભાવેશભાઈ કાનાબાર, ચંદ્રકાન્તભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), રમેશભાઈ ઠકકર (ગિરિરાજ હોસ્પીટલ), ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ કલબ), જેઠસુરભાઈ ગુજરીયા, દિપકગીરી ગોસાઈ, કિશોરભાઈ ટોળીયા, રાકેશભાઈ સોરઠીયા, વિનોદભાઈ પટેલ, સુધિરભાઈ  પારેખ સહિતના લોકો જહેમત ઉઠાવી રહયાં છે.

તસ્વીરમાં આગેવાનો સર્વેશ્રી દિપકભાઈ રાયઠઠ્ઠા, પ્રફુલભાઈ ગોસ્વામી, મિતલભાઈ ખેતાણી, કિશોરભાઈ ટોળીયા, જેઠસરભાઈ ગુજરીયા, વિનોદભાઈ પટેલ, વિનોદભાઈ પેઢડીયા, રાકેશભાઈ સોરઠીયા, દિપકગિરી ગોસ્વામી, વિઠલભાઈ સોજીત્રા, ભાવિનભાઈ ધમશાણીયા, ગૌતમભાઈ પટેલ કેશુભાઈ એંધણી, ચંદ્રકાન્તભાઈ શેઠ અને ભાવેશભાઈ રાયઠ્ઠઠા નજરે પડે છે

(4:14 pm IST)
  • મહારાષ્ટ્રના વર્ધા નણપુર વિદર્ભમાં બે દિવસથી વરસાદ- બરફના કરા :૧I લાખ હેકટર પાકને નુકશાન access_time 4:11 pm IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે. access_time 1:11 am IST