Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું શરૂ સેક્રેટરીની જગ્યા માટે દિલીપ જોષીએ ઉમેદવારી નોંધાવી

પહેલા દિવસે ૩૦ થી વધુ ફોર્મ ઉપડયાઃ દિલીપ જોષી દ્વારા પેનલ વગર સ્વતંત્ર ચૂંટણી લડવા નિર્ધારઃ કુલ ૧૬ જગ્યાઓ માટે ચૂંટણીનો ધમધમાટ શરૃઃ ર૬ ફેબ્રુઆરીએ મતદાન

તસ્વીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી તુલસીદાસ ગોંડલીયા સમક્ષ ફોર્મ રજૂ કરતા એડવોકેટ દિલીપભાઇ જોષી, સીનીયર એડવોકેટ જસવંતભાઇ કરથીયા, એડવોકેટ ડી. ડી. મહેતા તથા એડવોકેટ રાજભા ઝાલા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ બાર એસો.ની તા. ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર થયેલ છે. ત્યારે આજથી બાર એસો.ની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું શરૂ થતાં આ લખાય છે. ત્યારે ૩૦ વધુ ફોર્મ ઉપડવાનું જાણવા મળે છે. તા. ૧૬ સુધી ફોર્મ ભરવાની મુદત છે. અને તા. ૧૬ મીએ સાંજના પ.૩૦ કલાકે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

ત્યારબાદ તા. ૧૯ સુધી ફોર્મ વિડ્રો થઇ શકશે અને આખરી યાદી તા. ૧૯ ના સાંજના પ.૩૦ વાગે જાહેર કરવામાં આવશે. પાંચ મુખ્ય હોદેદારો એક લાયબ્રેરી સેક્રેટરી અને એક મહિલા અનામત સહિત કુલ ૧૦ કારોબારીની જગ્યા માટે ચૂંટણી યોજાનાર છે. ર૬ મીએ સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે.

રાજકોટના ખુબ જ જાણીતા અને વકીલ મીત્રોમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા એડવોકેટ દિલીપભાઇ એન. જોશીએ આજરોજ રાજકોટ બાર એસોસીએશનની સને ર૦૧૮ ની ચૂંટણીમાં સેક્રેટરીની પોસ્ટ ઉપર સ્વતંત્ર ઉમેદવારી નોંધાવેલ છે. દિલીપભાઇ જોશીને સીનીયર જૂનીયર વકીલ મીત્રો તરફથી બહોળો પ્રતિભાવ અને સમર્થન મળેલ છે.

એડવોકેટ દિલીપભાઇ જોશી સર્વ પ્રથમ સને ર૦૦૮ ની ચૂંટણીમાં રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ અને ખુબ જ સારી રીતે વિજયી થયેલ અને રાજકોટ બાર એસોસીએશનમાં સુંદર કામગીરી બજાવેલ તેમજ વકીલ મિત્રોના પ્રશ્નોમાં હંમેશાં સાથે રહેલ, ત્યારબાદ સને ર૦૧૦ માં ફરીથી રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ અને બીનહરીફ વિજેતા થયેલ. સને ર૦૧૦ માં પણ હોદેદારો સાથે રાજકોટ બાર એસોસીએશનમાં વકીલ મીત્રોને લગતાં પ્રશ્નોમાં રજૂઆત કરવા હમેંશા સાથે  મળી અને રાજકોટ બાર એસોસીએશનના વકીલને લગતા પ્રશ્નોમાં હમેંશા અગ્રેસર રહી અને સુંદર કામગીરી બજાવેલ છે.

સને ર૦૧ર માં રાજકોટ બાર એસોસીએશનના બાર રૂમ અંગેના ગંભીર પ્રશ્નમાં હોદેદારો સાથે રહી વકીલ મીત્રો માટે વિશાળ બાર રૂમ મેળવવા માટે પોતાનું યોગદાન આપેલ. ત્યારબાદ ફરીથી સને ર૦૧૪ માં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં સેક્રેટરીની પોસ્ટ ઉપર ઉમેદવારી નોંધાવી વિજેતા થયેલ, સને ર૦૧૪ માં હાલ જે જગ્યા ઉપર કોર્ટો કાર્યરત છે તેને ખસેડી અન્યત્ર લઇ જવાના ગંભીર પ્રશ્નમાં સને ર૦૧૪ ના હોદેદારો સાથે રહી અને નામ. ડીસ્ટ્રીકટ જજશ્રી, રાજકોટ તથા નામ. યુનિટ જજ શ્રી રાજકોટ તેમજ ગુજરાત હાઇકોર્ટના નામ. ચીફ જસ્ટીસ સાહેબશ્રી સમક્ષ હોદેદારો સાથે કોર્ટ સંકુલ અન્યત્ર ન ખસેડવા માટે રજુઆતો કરેલ. તેમજ દિલીપભાઇ જોશી રાજકોટ બાર એસોસીએશનમાં હમેશાં પોતાની સેવા આપેલ છે અને વકીલોના પ્રશનો પ્રત્યે હમેંશા સજાગ અને તત્પર રહે છે. અને રાજકોટ બાર એસોસીએશનની જૂદી જૂદી કમીટીઓમાં કમીટી મેમ્બર તરીકે તેઓ સેવા આપે છે.

સને ર૦૧૮ ની રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં સેક્રેટરીના હોદા ઉપર સ્વતંત્ર ઉમેદવારી નોંધાવેલ છે ત્યારે તેઓને રાજકોટ બાર એસોસીએશનના સીનીયર તેમજ જૂનીયર વકીલ મીત્રો તરફથી ખુબ જ સારો અને હકારાત્મક સહયોગ મળેલ છે. અને તેઓને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરેલ છે.

દરમ્યાન અન્ય જગ્યાઓ ઉપર આ લખાય છે. ત્યારે હજુ સુધી કોઇના ફોર્મ ભરાઇને રજૂ થયા નથી તેવું જાણવા મળે છે.

(4:10 pm IST)
  • પાટણના ચાણસ્મા રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : અંબાલાલ હરગોવન આંગડિયા પેઢીમાં છ ઈસમોએ બંદૂક બતાવી એક લાખ રોકડની લૂંટ કરી : ત્રણ શખ્સો પેઢીમાં ઘુસ્યા અને બંદૂકનો ડર બતાવી લૂંટ ચલાવી : લૂંટની જાણ થતા ચાણસ્મા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી access_time 3:43 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 1:12 am IST

  • મલયાલમ ફિલ્મ 'ઉરુ અદાર લવ'ના એક નાના એવા વીડિયોથી ઈન્ટરનેટ પર સેન્સેશન બની ગયેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ અને ફિલ્મના પ્રોડ્યુસર વિરુધ્ધ હૈદરાબાદમાં ફરિયાદ નોંધવાઈ છે, હૈદરાબાદમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેના ગીતના કેટલાક શબ્દો પર વિરોધ્ધ થઈ રહ્યો છે. ફરિયાદ નોંધાવનારનુ્ં કહેવું છે કે ગીતના લીધે મુસલમાનોની લાગણીઓને ઠેસ પહોંચી છે. access_time 12:23 pm IST