Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રંગીલા સોસાયટીમાંથી રાઘવ અને મનસુખ દારૂ સાથે પકડાયા

સુરેશ ઉર્ફે સુરખી અને ભરતની શોધખોળ

રાજકોટ તા.૧૪: કુવાડવા રોડ પર રંગીલા સોસાયટીમાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની બે બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જયંતીભાઇ તથા વિજેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રંગીલા સોસાયટી સરકારી શાળા પાસેથી પસાર થતા જીજે ૩ એફઇ ૯૫૬૮ નંબરના બાઇકમર જઇ રહેલા રાઘવ ઉર્ફે લાલો ધનાભાઇ ખેરાળીયા (ઉ.વ.૪૦) (રહે. રંગીલા સોસાયટી મામાવાડીમાં) અને મનસુખ દેવશી મકવાણા (ઉ.વ.૨૧) (રહે. રંગીલા સોસાયટી)ને દારૂની બે બોટલ સાથે પકડી લીધા હતા. અને પોલીસને જોઇ સુરેશ ઉર્ફે સુરખી ભોપાભાઇ કોળી અને ભરત દેવશી મકવાણા નાશી જતા તેની શોધખોળ આદરી છે.

ભગવતીપરામાંથી આમીર હુસેન પકડાયા

ભગવતીપરા સુખસાગર હોલ પાસેથી બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વિરમભાઇ સહિતે આમીરહુસેન હબીબભાઇ લાખા (ઉ.વ.૨૨)ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દેશી દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા

રાંદરડા તળાવના કાંઠે સાગરનગર મફતીયાપરામાં આજીડેમ પોલીસે દરોડો પાડી રૂ.૮૦ના દેશી દારૂ સાથે મનસુખ શામજીભાઇ સોલંકી (ઉ.૩૮) (રહે.યુવરાજનગર.પરા આજીડેમ ચોકડી પાસે)ને તથા માલવીયાનગર પોલીસે અમરનગર શેરી નં.૧માંથી જીતેન હરીભાઇ કપાસીયા (રહે. પી.ડી.એમ.કોલેજ સામે ઢેબર કોલોની જા.પરા)ને રૂ.૮૦ના દેશી દારૂ સાથે અને અમરનગર મેઇન રોડ બહુચર સ્કુલ વાળી શેરી માંથી વિજય દેવીસીંગ ભાઇ ઝરીયા (રહે. ગોંડલ રોડ રામનગર પાસે લોધેશ્વર સોસાયટી)ને રૂ.૬૦ના દેશી દારૂ સાથે પકડી લીધા હતા.

(12:35 pm IST)
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી. access_time 1:27 am IST

  • રાજસ્થાનમાં આવેલા રણથંભોર નેશનલ પાર્કમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીમાં પાર્કમાં કુલ ૬૭ વાઘ હતા. તેમાંથી ૨૧ નર વાઘ અને ૨૦ માદા છે. પાર્કના ઈતિહાસમાં આટલા બધા વાઘ ક્યારેય જોવા મળ્યા નથી, એક સમયે વાઘની સંખ્યા ઘટીને 25 થઈ ચુકી હતી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પાર્કની ક્ષમતા કરતા અહી વાઘની સંખ્યા વધી ગઈ છે. access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટોઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી access_time 9:38 am IST