Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

બબ્બે હત્યા-લૂંટ-બળાત્કાર...નરપિશાચ રમેશના ચહેરા પર પછતાવાના કોઇ અંશ નથીઃ રાતે નિરાંતે લોકઅપમાં સુઇ ગયો

વ્હોરા વૃધ્ધાનો હત્યારો રખડુ કોળી શખ્સ જ ૩ વર્ષની બાળાનો હત્યારો હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ઉઠીઃ કુવાડવા પોલીસ પાસેથી હવે થોરાળા પોલીસ કબ્જો સંભાળશે : બંને ગંભીર ગુના વખતે પહેરેલા એક જ કપડા અને સીસીટીવી ફૂટેજને આધારે ભેદ ઉકેલવામાં સફળતા મળીઃ સવારે હવસખોરે કહ્યું-બસ થઇ ગયું આવું...! : માસુમ બાળાનો બે વાર દેહ પીંખ્યા પછી દિવાલમાં પછાડી માથે પાણો મારી પતાવ્યા બાદ ૨૦ મિનીટ સુધી ઝાડીમાં સંતાઇ ગયો'તો : રખડૂ-હવસખોર-નરપિશાચ-હૈવાન-હત્યારો-બળાત્કારી...આ નરાધમ, નફફટ માટે જેટલા વિશેષણો વાપરીએ એટલા થોડા છે....રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬)ને આ ગંભીર અને ખળભળાટ મચાવનાર ગુના આચર્યાનો જરાય રંજ નથી. મનોવિકૃત એવા આ શખ્સ પર સોૈ કોઇ ફિટકાર વરસાવી રહ્યા છે

અંતે હૈવાન ઝડપાયોઃ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા નિપજાવનારો બીજો કોઇ નહિ પણ બુધવારે વ્હોરા વૃધ્ધાની સોખડા પાસે હત્યા કરી લૂંટ કરનાર કોળી શખ્સ રમેશ બચુભાઇ વૈધુકીયા (ઉ.૨૬)ને ઝડપી લેવાયા બાદ પોલીસે રાહતનો દમ લીધો હતો. પત્રકારોને સાંજે માહિતી આપવામાં આવી હતી તે વખતની તસ્વીરમાં ડીસીપી ડો. કરણરાજ વાઘેલા,  ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ., પી.એસ.આઇ. સહિતની ટીમો  જોઇ શકાય છે. તમામના ચહેરા પર પડકારરૂપ ગુનાનો ભેદ ઉકેલ્યાની ખુશી નજરે પડતી હતી. છેલ્લી તસ્વીરમાં ઉભડક બેઠેલો હવસખોર હત્યારો રમેશ કોળી જોઇ શકાય છે. નીચે વચ્ચેની તસ્વીરમાં રમેશને થોરાળા પોલીસ મથકે લઇ જવાયો ત્યારે લોકોએ આ હવસખોરને અમને સોંપી દ્દયો, અમે જ એને મારી નાંખીએ...એવા સુત્રોચ્ચાર કર્યા હતાં તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪:  બુધવાર તા.૭-૨ના રોજ નવા નાકા પાસેથી વ્હોરા વૃધ્ધાને રિક્ષામાં બેસાડી ભગવતીપરા લઇ જવાને બદલે નવાગામ પાસે સોખડા લઇ જઇ પથ્થર ફટકારી હત્યા કરી ૩૦ હજારના દાગીનાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નવાગામ પીપળીયા પાસે કિંગ ર્ફામમાં બહેન સાથે રહેતાં અને મોટે ભાગે રખડૂ જીવન જીવતાં રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬)ને ઝડપી લીધો હતો. બીજી તરફ શુક્રવારે તા. ૯/૨ના રોજ ચુનારાવાડમાંથી ૩ વર્ષની આદિવાસી બાળા દિવ્યાનું અપહરણ થઇ ગયું હતું. એ પછી ૯મીએ આ બાળાનો હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ રવિવારે ૧૧મીએ ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાંથી મળ્યો હતો. એ માસૂમ ફૂલડાનો દેહ પણ પીંખાયો હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો.  પોલીસ માટે મોટો પડકાર ઉભો થઇ ગયો હતો. ગમે તેમ કરીને હવસખોર હત્યારાને શોધી કાઢવા આઠ-આઠ ટીમો કામે લાગી હતી. અંતે સીસીટીવી ફૂટેજને આધારે મળેલી ચોક્કસ કડી પોલીસને એવા આરોપીને સામે લાવી હતી જે જોઇને સોૈ અધિકારીઓ ચોંકી ગયા હતાં. આ બાળકી પર દૂષ્કર્મ ગુજારી હત્યા કરનારો બીજો કોઇ નહિ પણ બુધવારે વ્હોરા વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર અને કુવાડવા પોલીસ મથકમાં રિમાન્ડ પર રહેલો રમેશ કોળી જ હોવાનું ખુલ્યું હતું. હવસખોર નરપિશાચ એવા આ રખડૂ રમેશે ૪૮ કલાકમાં જ બબ્બે હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા અત્યંત ગંભીર હને હીન પ્રકારના ગુના આચર્યા હોવા છતાં તેના ચહેરા પર પછતાવાનો લગરીકેય અંશ જોવા મળ્યો નથી. રાત્રીના કુવાડવા પોલીસ મથકના લોકઅપમાં નિરાંતે ઉંઘી ગયેલા આ હત્યારાએ આજે સવારે ખુબ નફફટાઇ પૂર્વક  કહ્યું હતું કે-બસ આવું થઇ ગયું!!

એક હત્યા-લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસ સામે ૪૮ કલાકમાં જ બીજી હત્યા-બળાત્કારની ઘટના અને એ પણ ફૂલડા જેવી બાળા જેમાં ભોગ બની હતી તેવી ઘટના સામે આવતાં મોટો પડકાર ઉભો થઇ ગયો હતો. ચોંકાવનારી હૈયા હચમચાવતી ઘટનાઓથી શહેરભરમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડ, એસીપી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓએ બેઠકો યોજી ક્રાઇમ બ્રાંચ, એસઓજી, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ અને ડી. સ્ટાફની ટીમોને રાત દિવસ એક કરી ભેદ ઉકેલવા કામે લગાડી દેવાયા હતાં. આઠથી વધુ ટીમોએ જ્યાંથી બાળાનું અપહરણ થયું ત્યાંથી માંડી આજીડેમ ચોકડી સુધીના આઇ વે પ્રોજેકટના તેમજ ખાનગી શો રૂમ દૂકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાં.

આ દરમિયાન પી.એસ.આઇ. કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, કિશનભાઇ આહિર અને સિધ્ધરાજસિંહ ચુડાસમાની ટીમ ચુનારાવાડ ચોકથી આગળ આવેલી એક ફર્નિચરની દૂકાને પહોંચી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રિક્ષામાં ખોળામાં બાળકીને બેસાડીને જતો શખ્સ દેખાયો હતો. આ ફૂટેજના ઝાંખા ફૂટેજ કોમ્પ્યુટર નિષ્ણાંત પાસે આ ટીમે ચોખ્ખા કરાવીને જોતાં જ જે શખ્સ સામે આવ્યો હતો તેને જોઇ આંખો પહોળી થઇ ગઇ હતી. બાળકીનો હત્યારો બીજો કોઇ નહિ પણ વ્હોરા વૃધ્ધાના લૂંટ-હત્યાના ગુનામાં સામેલ રમેશ કોળી જ હોવાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી. પોલીસ કમિશ્નરશ્રીના આદેશથી બાદમાં કુવાડવા પોલીસ મથકે રિમાન્ડ પર રહેલા રમેશને ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લાવવામાં આવ્યો હતો.

વૃધ્ધાની હત્યા કરી ત્યારે જે કપડા પહેર્યા હતાં એ જ કપડા બાળકીના અપહરણ વખતે પહેર્યા હોઇ અને કુબલીયાપરા-ચુનારાવાડ તરફ શુક્રવારે પણ રમેશનું લોકેશન મળતું હોઇ તેના આધારે તેની વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં તેણે બાળકી પર બળાત્કાર-હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. રાત્રે તેને થોરાળા પોલીસ મથકે લઇ જવામાં આવતાં મહિલાઓ અને અન્ય લોકોનું ટોળુ મોટી સંખ્યામાં ભેગુ થઇ ગયું હતું અને આ હેવાનને પોતાના હવાલે કરી દેવાની માંગણી કરી હતી. પોલીસે આ ટોળાને મહામહેનતે સમજાવીને વિખેર્યુ હતું. કુવાડવાના ગુનામાં રિમાન્ડ પર હોઇ રાત્રે તેને ત્યાં સોંપી દેવાયો હતો. આજે રિમાન્ડ પુરા થયે હવે થોરાળા પોલીસ કબ્જો મેળવશે. રાત્રે આ હવસખોર હત્યારો આરામથી સુઇ ગયો હતો. તેના ચહેરા પર અફસોસના જરા પર અંશ નથી...બબ્બે હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગુના આ વિકૃત શખ્સ માટે જાણે કંઇ જ નથી. સવારે તેણે નફફટાઇથી કહ્યું હતું કે-બસ થઇ ગયું આવું!!

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, ડીસીબી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા  એડીશનલ ડીસીપી હર્ષદ મહેતા,  ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી.જે.એચ. સરવૈયા, પૂર્વ વિભાગના એ.સી.પી. બી. બી. રાઠોડ તથા થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.ચુડાસમા, કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા, ક્રાઇમ બ્રાંચના એચ. એમ. ગઢવી, કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા અને કિશનભાઇ આહિર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, પ્રકાશભાઇ, સલિમભાઇ, મીનષભાઇ સહિતની ટીમે ઇન્સ્ટ્રોગેશન કરતાં અંતે ભેદ ઉકેલાયો હતો.

બાળકી પર બળાત્કાર-હત્યાનો ગુનો કબુલ્યા બાદ રમેશ ખંઢેરના અનેક રૂમો વચ્ચે જ્યાં હત્યા કરી હતી એ રૂમમાં જ સીધો પોલીસને લઇ ગયો

પી.એસ.આઇ. કે.કે. જાડેજાની ટીમને જ બંને ગુના ઉકેલવામાં મહત્વની માહિતી મળી

. સીસીટીવી ફૂટેજ અને બાળકીનું અપહરણ થયું એ દિવસે ચુનારાવાડ-કુબલીયાપરાના રમેશના લોકેશનને આધારે તેની પુછતાછ થતાં તેણે બળાત્કાર-હત્યા તો કબુલી લીધા હતાં. પણ પોલીસને આમ છતાં થોડી શંકા હોઇ રમેશને ડેમોસ્ટ્રેશન કરી બતાવવા કહેતાં તે પોલીસ અધિકારીઓ-ટૂકડીને સીધો એ જગ્યાએ જ લઇ ગયો હતો જ્યાંથી તેણે બાળકીને ઉઠાવી હતી. એ પછી પીટીસી મેદાનના ખંઢેરે પહોંચ્યો હતો. ખંઢેરમાં અનેક રૂમો છે. એ પૈકીના એ રૂમમાં જ સીધો તે પહોંચ્યો હતો જ્યાં તેણે બાળકી પર દૂષ્કર્મ ગુજારી હત્યા કરી હતી. ત્યાર પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. પી.એસ.આઇ. કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કિશનભાઇ આહિરની ટીમે જ અગાઉ વ્હોરા વૃધ્ધાના અપહરણ, લૂંટ, હત્યાના ગુનામાં તેને પકડ્યો હતો. બાળકીના બળાત્કાર-હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પણ આ ટીમની કામગીરી અત્યંત મહત્વની સાબિત થઇ હતી.

રખડૂ-હવસખોર-નરપિશાચ હત્યારા રમેશે કહ્યું-ખાલી બાળકી સાથે હવસ સંતોષવી'તી પણ એ રાડો પાડવા માંડી એટલે મારી નાંખી

. માનસિક વિકૃત જેવો હત્યારો રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬) ચાર ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો છે. તે કયારેક નવાગામ પીપળીયાના કિંગ ફાર્મમાં રહેતી બહેનના ઘરે જતો અને મોટે ભાગે રખડતો રહેતો. કોઇની રિક્ષા ભાડે મળે તો ભાડા કરી દારૂ પી ખાઇને ગમે ત્યાં સુઇ જતો. જ્યારે ધંધો ન મળે ત્યારે અન્નક્ષેત્રનું ખાઇને ગમે ત્યાં પડ્યો રહેતો હતો.  આ રખડૂ-નરપિશાચ હત્યારાએ એવું કહ્યું હતું કે-શુક્રવારે રખડતો રખડતો ચુનારાવાડ ચોકમાં પહોંચ્યો ત્યારે સેકસની ઇચ્છા થઇ હતી. કોઇ ન મળતાં બાળકી રેતીના ઢગલામાં એકલી રમતી હોઇ તેના પર નજર બગડી હતી અને થોડી વાર ત્યાં સામેની સાઇડમાં બેસી રહી વોચ રાખી હતી. બાળકીના માતા-પિતા સાઇટ પર આડા અવળા થતાં જ ઉઠાવીને ભાગ્યો હતો. રિક્ષામાં બેસી ગંજીવાડા પાસે પીટીસીના ખંઢેરમાં લઇ ગયો હતો અને ત્યાં બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી રડતી હોઇ રાડો પાડતી હોઇ કોઇ સાંભળી જશે તો પોતે પકડાઇ જશે એવા ભયથી પહેલા તો તેનું ગળુ દાબ્યું હતું. પણ તેમાં બાળકીનો જીવ ન જતાં તેને પછાડી હતી અને બાદમાં પથ્થર ફટકારી મારી નાંખી હતી. હત્યા પછી પોતે નજીકની ઝાડીમાં વીસેક મિનીટ છુપાઇ રહ્યો હતો અને બાદમાં ત્યાંથી નીકળી ગયો હતો.

વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં રમેશ જેલહવાલેઃ હવે થોરાળા પોલીસ કબ્જો મેળવશે

. કૃષ્ણપરાના વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટની હત્યા કરી ૩૦ હજારના દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં રમેશ કોળીના ચાર દિવસના રિમાન્ડ મળ્યા હોઇ તે કુવાડવા પોલીસની કસ્ટડીમાં હતો. આ દરમિયાન બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરાયાના ગુનામાં પણ આ રમેશ જ આરોપી હોવાનું ખુલ્યું છે. આજે કુવાડવા પોલીસે રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો. હવે થોરાળા પોલીસ બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યાના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી રમેશનો જેલમાંથી કબ્જો મેળવશે. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ આગળની તપાસ થશે. એટ્રોસીટીની કલમ પણ ઉમેરાશે.

(4:59 pm IST)
  • અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સી NSAના મેરીલેન્ડ સ્થિત હેડકવાર્ટરના ગેઇટ પાસે એક કાળા કલરની SUV ગાડી માંથી થયું અંધાધુંધ ફાયરીંગ : 3 લોકો થયા ઘાયલ : પોલીસે 1 શકમંદને દબોચ્યો : સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક : વિસ્તારમાં પોલીસ દ્વારા કરાઈ નાકાબંદી access_time 8:28 pm IST

  • ૪૪ દિવસમાં સરહદ ઉપર દુશ્મનો સામે લડતા લડતા ૨૬ જવાનોએ બલિદાન આપ્યા access_time 4:11 pm IST

  • અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનઃ હેડ કોન્સ્ટેબલનું મોત: શાંતિપુર ચોકડી પાસે અજાણ્યા વાહને ટકકર મારી ભાગી ગયો access_time 4:22 pm IST