Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

રાજકોટમાં ઉત્તરાયણની અનોખી ઉજવણી: PPE કીટ પહેરી યુવાનો અને યુવતીઓએ પતંગ ઉડાવ્યા

150 ફુટ રિંગ રોડ પર જલારામ સોસાયટીમાં યુવાઓનો અલગ અંદાજ : હિન્દી સોંગ પર ડાન્સ કરતા જોવાયા

રાજકોટ : રાજયમાં ઉત્તરાયણની આજે ધામધૂમથી લોકો ઉજવણી કરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોત પોતાના ધાબા પર પરિવારજનો સાથે જ લોકો ઉજવણી કરતા નજરે ચઢયા છે. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણની કઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવાનો અને યુવતીઓ PPE કીટ પહેરી પતંગ ચગાવી હતી. તેમજ હિન્દી સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

 રાજકોટ શહેરના આવેલ 150 ફુટ રિંગ રોડ પર જલારામ સોસાયટી આવેલી છે, ત્યાના યુવાનો અને યુવતિઓને PPE કીટ પહેરી પતંગ ચગાવ્યા હતા. યુવતીઓ અને યુવાનો ડાન્સ કરતા પણ નજરે ચઢયા હતા તેમજ ગુજરાતી ગીતો પર રાસ-ગરબે રમ્યા હતા. PPE કીટમાં સજ્જ યુવાનો અને યુવતીઓએ ડાન્સ કરતા આસપાસના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજકોટમાં આજે ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં મધ્યમ પવન હોવાને કારણે પતંગરસિયાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

 

અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે બપોરના 12 વાગ્યે સુધીમાં 7 દુર્ઘટનાના બનાવ બન્યા છે. જેમાં 5 વ્યક્તિના ગળા કપાઈ જવાના અને બે વ્યક્તિઓના પડી જવાની ઘટના બની છે. રાજ્યમાં 14મી જાન્યુઆરીના 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સીના 1205 કેસ નોંધાયા.

જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરના 12 વાગ્યા સુધીમાં ઓછા ઇમરજન્સી કેસ નોંધાયા છે. રાજ્યમાં 14મી જાન્યુઆરીના 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સીના 1057 કેસ નોંધાઈ ચુક્યા છે.

વસ્ત્રાલ રિંગ રોડ પાસે 55 વર્ષીય કનૈયાલાલ પટેલનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના સ્પનદાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જુહાપુરા આઇસ ફેકટરી રોડ પર પતંગની દોરી આવી જતાં પડી જવાથી 29 વર્ષીય વિશાલ ગોસાઈને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વસ્ત્રાલ ન્યુ RTO રોડ પાસે 45 વર્ષીય ચેતન મોદીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના અવધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(7:48 pm IST)