Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભાજપના વોર્ડ પ્રમુખ, પ્રભારીઓ અને વોર્ડ ઇન્ચાર્જોની બેઠક

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીની મહાનગરની એક બેઠક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને અને શહેર ભાજપ મહામંત્રીઓ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને વોર્ડ નં. ૧૩ના પ્રભારી રાજુભાઇ બોરીચાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી. મહાનુભાવોએ ચૂંટણી સંદર્ભે પેઇજ કમિટી, બુથ લેવલથી વોર્ડ કક્ષા સુધી કરવાની થતી કામગીરીનું માઇક્રો પ્લાનીંગ કરવા જણાવ્યું હતું. તેમજ ચૂંટણીમાં મહાનગરપાલિકાની તમામ ૭ર બેઠકો જીતવા માટે દ્રઢ નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં શહેરના ભાજપના તમામ ૧૮ વોર્ડના પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ અને વોર્ડ ચૂંટણી ઇન્ચાર્જો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકની વ્યવસ્થા શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ સંભાળી હતી.

(4:12 pm IST)