Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગંજીવાડા વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું નિર્માણઃ પૂર્વ કોંગી કોર્પોરેટરો દ્વારા લોકાર્પણ

રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૫મા આવેલ ગંજીવાડા વિસ્તાર કે જે અતિપછાત છે અને પ્રાથમિક સુવિધાઓ આ વિસ્તારમા ઓછી હતી આ વિસ્તારમા નાની-નાની અનેક શેરી-ગલીઓ આવેલી છે, આ વિસ્તારના લોકોમાટે શેરીઓમા સારા-માઠા પ્રસંગો માટે વ્યવસ્થા ન હોય અને વર્ષોથી લોકોની હોલ બનાવવા માટેની વ્યાપક માંગ હોય તે ધ્યાને લઈ કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓએ પોતાની ચાલુ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ની ગ્રાંટમાથી આ વિસ્તારમા લોખંડના શેડ વાળો હોલ કોર્પોરેટરશ્રીઓની સંપૂર્ણ ગ્રાન્ટમાથી બનાવી આપવાનું કામ મુકેલ હતું જે કામ હાલ જ પૂર્ણ થતા  જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત પુર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ કોર્પોરેટર મકબૂલભાઇ દાઉદાણી, ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી, માસુબેન રામભાઇ હેરભા, વોર્ડ પ્રમુખ વાસુદેવભાઇ ભમ્ભાણી, આગેવાનો રામજીભાઇ બથવાર, તુલશિભાઇ મકવાણા, હિરાલાલ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, નરેશભાઇ પરમાર, રામભાઇ ગેડિયા, રૂપાભાઇ પાચલ, લક્ષ્મણભાઇ પાચલ, અમનભાઇ ગોહેલ, દેવરાજભાઇ ગોહેલ, પ્રકાશભાઇ ગોહેલ, માયાભાઇ વાળા, જીલાભાઇ વાળા, વઘેરાભાઇ-જમાદાર, મેહુરભાઇ સાગઠીયા, રામજીભાઇ સાગઠીયા, અજુભાઇ સાગઠીયા, બેચરભાઈ ગોહેલ, પોલાભાઇ બથવાર, અમૃતભાઈ ચાવડા, મંગાભાઇ સાગઠીયા, સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપ્સ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST