Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

યાદ કરો ગઇ ચુંટણીમાં શું કીધું' તુ ? : કોંગ્રેસનું અભિયાન

ચૂંટણી પ્રચારમાં શ્રી ગણેશ કરાવતાં પ્રમુખ અશોક ડાંગર : પાણી, સ્માર્ટ સીટી, સફાઇ, ટ્રાફિક, મકાન વેરા આરોગ્ય સેવા સહિતની ૧૦ સમસ્યાથી પ્રજા પરેશાન : જન જાગૃતિ પ્રત્રિકા વિતરણ : કોંગ્રેસને સમર્થન આપવા ૮૦૧૦૩ ૨૪૪૮૮ પર મિસ્ક કોલ ઝુંબેશ

રાજકોટ,તા. ૧૩: શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં આગામી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજાનાર હોય તે સંદર્ભે ચાલો યાદ કરીએ ... ગત વખતની ચુંટણીમાં શું કીધું હતું ? આ વખતે આ લોકોને કાઢવા છે. તેમજ શહેરના ૧૦ લોક સ્પર્શી પ્રશ્નો માં રાજકોટ શહેરને પાણી, સ્માર્ટ સીટી, ઠેર ઠેર ગંદકીના ગંજ, ટ્રાફિક પ્રશ્નો, પાર્કિંગ સમસ્યા, વધતા મકાન વેરા, આરોગ્ય કેન્દ્ર, સારા રોડ-રસ્તા, બ્રીજ, સસ્તું શિક્ષણ, મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ તેમજ શહેરનો સર્વાંગી વિકાસ સહિતના મુદે રાજકોટની જનતા હેરાન થઈ રહી છે.

કહેતા હતા ઘણું પણ કર્યું શું ? જેમાં હેલ્મેટ નો કાળો કાયદો નાખી પ્રજા પાસે દંડના નામે લુટ ચલાવી, શહેરમાં આઈ.વે.પ્રોજકટ અંતર્ગત કેમેરાઓ મુકવામાં આવ્યા છે જે પ્રજાની સુખાકારી માટે છે તેના બદલે આ કેમેરાથી લોકોના ફોટા પાડી પૈસા ઉદ્યરાવવાનું કામ કર્યું છે. ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકોને પોલીસે કર્ફ્યું અને કોરોનાના નામે લાકડી ઓના ફટકા ખાધા છે અને કોરોનાથી બીવડાવી ગરીબ-મધ્યમ વર્ગના લોકો પાસે માસ્કના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા. અને તમારી આજુબાજુ રહેતા ભાજપના કાર્યકર્તા –નેતા કરોડપતિ બન્યા. તેમજ વેપારી શાળા સંચાલકો સાથે સાંઠ-ગાંઠ કરી કરોડો રૂપિયા પાર્ટી ફંડમાં લીધા. વિકાશના નામે અનેક પ્લોટ બિલ્ડરોને વેચી માર્યા. કોરોના અને કર્ફ્યુના સમયે ભાજપનો કોઈ મેયર-નેતા તમારા વિસ્તારમાં શું ચાલે છે તેવું પૂછવા દેખાયા...? કોરોનામાં આપણે મરતા ગયા, ભાજપના જવાબદાર નેતાઓ જોતા રહ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ગયા અને લોકો છેતરાતા ગયા. આ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પક્ષને અવશ્ય જીતાડી શહેરને સુંદર અને રળીયામણું બનાવવા માટે આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં હું કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે મો. ૮૦૧૦૩ ૨૪૪૮૮ પર મિસ્ડકોલ આપવા. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું છે.

આ પત્રિકા નું વિતરણ રાજકોટ શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં બુથ વાઈઝ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે શહેરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઘરે ઘરે જઈ ડોર-ટુ-ડોર પત્રિકા વિતરણ કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા મિસ્ડ કોલ અભિયાન થકી સમગ્ર શહેરમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પત્રિકા વિતરણ પૂર્વ ઝોનના વોર્ડ નં.૬ અલગ અલગ વિસ્તારોમાં પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, વોર્ડ પ્રમુખ ગોરધનભાઈ મોરવાડિયા કોંગ્રેસ આગેવાનો હિતેશભાઈ બોરીચા, રમેશભાઈ સોજીત્રા, રાજેશભાઈ કાપડિયા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, જીતુભાઈ રાઠોડ, કનુભાઈ વેકરીયા, જામસિંગ મકવાણા અને શૈલેશભાઈ સીતાપરા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

(4:03 pm IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST