Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સદર બજારમાં પતંગ- દોરાની જોરદાર ઘરાકી

દર વર્ષે સદરમાં આખીરાત માનવમહેરામણ ઉમટતો હોય છે, પણ આ વખતે રાત્રી કર્ફયુ હોય પતંગપ્રેમીઓ દિવસે જ ખરીદી કરવા નિકળી પડયાઃ સોશ્યલ ડિસ્ટન્સના પાલનનો અભાવ... લોકોએ જ સાવચેત રહેવું જરૂરી

રાજકોટઃ મકરસંક્રાંતિ પર્વને આડે હવે એક જ દિવસ છે ત્યારે આજે પતંગ- દોરાની ખરીદીનો બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરની મધ્યે સદર બજારમાં પતંગ- દોરાના ઘણા વર્ષોથી ધંધો કરે છે. દરવર્ષે મકરસંક્રાંતિની આગલી રાત્રીએ સદરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. નાના-નાના વેપારીઓ પણ સારો એવો ધંધો કરી લેતા હોય છે. દરમિયાન આ વર્ષે કોરોનાની મહામારીના પગલે રાત્રીના કર્ફયુ લાદવામાં આવ્યો હોય આ વખતે માનવમહેરામણનો નજારો જોવા મળશે નહી.રાજકોટની સદર બજાર એટ્લે પતંગ બઝાર વર્ષોથી જાણીતી છે દિવાળીનો તહેવાર પૂરો થાય ત્યારબાદ તુરંત જ સદરમાં પતંગો આવી જતી હોય છે. દોરા માટે પણ દરવર્ષે પતંગ રસિયા અગાઉથી દોરી પાવા માટેનો ઓર્ડર આપી દેતા હોય છે. રાજકોટમાં પતંગ માટે ૧૦૦ વર્ષ જૂની એવી અનેક પેઢીઓ છે જે વર્ષોથી પતંગનો વ્યવસાય કરે છે.  જ્યારે  પતંગ અને દોરાની ખરીદીની વાત  આવતા હોય છે ત્યારે વિદેશીઓ પણ પતંગ માટે સદર માર્કેટમાં જ આવે છે. રાજકોટવાસીઓ માટે તો ઉતરાણ આવે કે સદર યાદ આવે જ કારણ કે અહી ઉતરાણની ઉજવણી માટે પતંગ દોરાથી લઈને ચીકી,અડદિયા અને ઊંધિયાની સામગ્રી પણ સદર માથી મળી રહે. વર્ષો જૂની પેઢી અત્યાર સુધીના ઉતરાણના સંસ્મરણો વગોડતા જણાવે છે કે એક સમયે સદરમાં જ્યારે જૂની બાંધણીના મકાનો હતા અત્યારે હવે નવા કોમ્પ્લેકસ બન્યા છે પરંતુ ઉતરાણ નજીક હોય ત્યારે સદર બજારની રોનક કઈ જુદી જ હોય છે વેપારીઓ ઉતરાણના થોડા દિવસ બાકી હોય ત્યારે રાતના ૩-૪ વાગ્યા સુધી વેપાર કરતાં હોય છે અને ઉતરાણની આગળની રાત્રે તો તો અહી પગ મૂકવાની જગ્યા નથી હોતી. ઉપરોક તસ્વીરોમાં સદર બજારમાં પતંગ-દોરા ખરીદી કરી રહેલા પતંગપ્રેમીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:03 pm IST)