Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સિવીલના લાભાર્થે રકતદાન કેમ્પઃ રકતની ૧૦૩ બોટલ એકત્ર

રાજકોટઃ કુમકુમ ગ્રુપ - શ્યામ ગ્રુપ દ્વારા રાજયસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજની પ્રથમ માસીક પૂણ્યતિથિ નિમિતે સ્વામીનારાયણ ચોક ખાતે સીવીલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં   ૧૦૩ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ. રકતદાતાઓને બર્થ ફીડર, પક્ષીઓને પાણીના કુંડા ગીફટ તરીકે આપવામાં આવ્યા હતા.

 આ સેવાયજ્ઞમાં મોહનભાઇ કુંડારીયા (સાંસદ) ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન ફાઇનાન્સ બોર્ડ ગુજરાત) નીતીનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય), કમલેશભાઇ મીરાણી (પ્રમુખ શહેર ભાજપ), રમાબેન રામજીભાઇ માવાણી (પૂર્વ સાંસદ), વિજયભાઇ ટોળીયા (વોર્ડનં.૧૩ પ્રમુખ), નિતિન રામાણી, મનોજભાઇ પટેલ (પ્રમુખ કુમકુમ ગ્રુપ), અંશભાઇ ભારદ્વાજ, જીતુભાઇ શાહ (પૂર્વ પ્રમુખ શહેર ભાજપ), બાલાભાઇ બોળીયા, કિરણબેન માકડીયા, જયોતિબેન ટીલવા, હરીભાઇ ડાંગર, હસુભાઇ ચોવટીયા વિગેરેએ હાજરી આપી હતી. મનોજભાઇ પટેલ, નારણ બોળીયા, વિપુલ ગુજયાની, રોહીત બોળીયા, અશોક જાદવ, કિશન બોળીયા, પુજાબેન ત્રિવેદી, લાલાભાઇ બોળીયા, રાજુભાઇ પ્રજાપતિ, કિશનભાઇ ટીલવા વિગેરેએ સેવા આપી હતી.

(4:02 pm IST)