Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વ્યકિતનો વિકાસ મેદાનમાં થાય છેઃ નિતિન ભારદ્વાજ

શિક્ષણ સમિતિ દ્વારા નિર્માણ પામેલ નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલ અને રીનોવેટેડ અર્બન રિસોર્સ સેન્ટર ખુલ્લુ મુકાયું

રાજકોટ તા. ૧૩: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પટાંગણમાં નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલ અને રીનોેટેડ અર્બન રિસોર્સ સેન્ટરનો લકોાર્પણ કાર્યક્રમ આજરોજ તા. ૧રમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની ૧પ૮મી જન્મ જયંતીના દિવસે કરવામાં આવ્યો હતો.

આ તકે કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના-પ્રાર્થનાથી કરવામાં આવી તેમજ મુખ્ય મહેમાનશ્રી નિતિનભાઇ ભારદ્વાજ અને કમલેશભાઇ મિરાણીના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. તેમજ પધારેલ તમામ મહાનુભાવોનું પુસ્તક આપી તેમજ શાબ્દિક સ્વાગત ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું.

આ તકે શહેર ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેઓએ જણાવેલ કે ફકત પુસ્તક દ્વારા મેળવેલ શિક્ષણ પુરતુ નથી, બાળકોના સર્વાંગી વિકાસમાં તેમનો શારિરિક વિકાસ પણ ખુબ જ અગત્યનો છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત તૈયાર કરેલ સ્પોર્ટ્સ સંકુલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સરાહનીય અને અભિનંદનને પાત્ર પગલું છે. તેઓએ સ્વામી વિવેકાનંદજીને યાદ કરતા કહ્યું હતું કે ''વ્યકિતનો વિકાસ મેદાનમાં થાય છે'' અને દરેકે પોતાના ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયત્નો કરતું રહેવું જોઇએ.

કાર્યક્રમમાં પધારેલ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસનાધિકારી કિરિટસિંહ પરમાર, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, શિક્ષણ સમિતિ સર્વ સદસ્ય મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડિયા, ભાવેશભાઇ દેથરિયા, રહિમભાઇ સોરા, શરદભાઇ, તલસાણિયા, ડો. રાજેશભાઇ ત્રિવેદી, ધિરજભાઇ મુંગરા તેમજ રાજકોટ મહાનગર શિક્ષક મંડળના પ્રમુખ દિનેશભાઇ સદાદિયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં આચાર્યા જુઇબેન માંકડ દ્વારા કરવામાં આવ્યું. તમામ ઉપસ્થિત મહેમાનોની આભારવિધિ શાસનાધિકારી કિકિટસિંહ પરમાર દ્વારા કરવામાં આવી. કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવા યુ.આર.સી. દિપકભાઇ સાગઠિયા, જીજ્ઞેશભાઇ માધડ તથા તમામ સી.આર.સી. કો-ઓર્ડીનેટર તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્ટાફ, આચાર્યશ્રીઓ તેમજ સમગ્ર શિક્ષા કચેરીનો તમામ સ્ટાફ દ્વારા વિવિધ કમિટિ બનાવી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST