Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટ-ચાંદલી વાયા રીબડા એસ. ટી. બસ શરૂ થતા મુસાફર જનતામાં આનંદની લાગણી

(સલીમ વેલોરા દ્વારા) લોધીકા તા. ૧૩ :.. રાજકોટ ડેપોની રાજકોટ-ચાંદલી વાયા રીબડા રૂટની બસ એસ. ટી. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા મુસાફર જનતામાં ખુશીની લહેર દોડી ગયેલ છે.વર્ષોથી નિયમિત ચાલતો આ એસ. ટી. રૂટ છેલ્લે લોક ડાઉન દરમ્યાન બંધ થઇ ગયેલ હતો. આ બસ રૂટમાં નિયમિત રૂપે કર્મચારી વર્ગ, વેપારી, વિદ્યાર્થી આવન-જાવન કરતા હોય છે તેમજ લોધીકા પોસ્ટનો ટપાલ થેલો પણ આ બસમાં જતો હતો રાજકોટથી લોધીકા આવવા-જવા વાયા રીબડા બપોર પછી આ એક માત્ર રૂટ હોય રીબડા-ગોંડલ જવા માટે મુસાફરોને મુશ્કેલી પડતી હતી. દરમ્યાન આ અંગે મુસાફરો તેમજ અગ્રણીઓ દ્વારા એસ. ટી. તંત્રને રજૂઆત કરવામાં આવેલ હતી જેને ધ્યાને લઇ રાજકોટ વિભાગીય નિયામક પટેલ તથા ડેપો મેનેજર વરમોરા દ્વારા મુસાફોની માંગણી ધ્યાને લઇ બંધ કરી દેવાયેલ આ રૂટ શરૂ કરી દેવાતા મુસાફરોમાં આનંદની લાગણી છવાયેલ છે. ત્યારે આ બસ રૂટનો મુસાફરો દ્વારા લાભ લેવાય તેમ યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)
  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST