Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

હડમતીયા બેડીમાં આર્થિક સંકડામણથી કંટાળી પ્રવિણભાઇનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૬: કુવાડવા તાબેના હડમતીયા બેડી ગામે રહેતાં પ્રવિણભાઇ લક્ષમણભાઇ મકવાણા (ઉ.વ.૪૫)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ ૧૦૮ મારફત થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. એચ. એલ. સબાડ અને અજીતભાઇ લોખીલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વાડી-ખેતરોના શેઢે તારની ફેન્સીંગ બાંધવાની મજૂરી કરતાં હતાં. હાલમાં કામ ધંધામાં મંદી હોઇ આર્થિક સંકડામણ ઉભી થતાં કંટાળી જઇ આ પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ હતી. મોભીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 

શાપરમાં હિતેષ ભુલથી દવાવાળુ બિસ્કીટ ખાઇ ગયો

શાપર વેરાવળ શાંતિધામમાં રહેતો હિતેષ હરજીભાઇ અંબાલીયા (ઉ.વ.૨૨) ભુલથી દવા ભેળવેલુ બિસ્કીટ ખાઇ જતાં ઉલ્ટીઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર જાણ કરી હતી.

(3:56 pm IST)