Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટની હીનાને બોટાદમાં પતિએ કહ્યું- હું તો બીજી સ્ત્રી સાથે સંબંધ રાખીશ જ!

પરિણીતાની પતિ વસીમ, સાસુ, સસરા, બે નણંદ અને બે નણદોયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદઃ દહેજ માટે પણ ત્રાસ આપી કાઢી મુકાયાનો આરોપ

રાજકોટ તા. ૧૩: હાલ રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ બોટાદ રહેતા પતિ, સાસુ, સસરા, બે નણંદો અને બે નણદોયા વિરૂધ્ધ દહેજધારાની અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોઇ તેણે હું તો સંબંધ રાખીશ જ, તને ન ગમે તો માવતરે જતી રહે...તેમ કહી કાઢી મુકયાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

આ બારામાં મહિલા પોલીસે હાલ કાલાવડ રોડ ધોળકીયા સ્કૂલ પાસે આવાસ યોજના કવાર્ટરમાં માવતરના ઘરે રહેતી અને બોટાદ સાસરૂ ધરાવતી હીનાબેન વસીમ સરવૈયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી બોટાદ મુસ્લિમ સોસાયટી હનીફીયા મસ્જીદ પાસે રહેતાં તેણીના પતિ વસીમ ઇકબાલભાઇ સરવૈયા, સાસુ રૂકૈયાબેન, સસરા ઇકબાલભાઇ બાબુભાઇ સરવૈયા, નણંદ રેશ્મા ફારૂક માકડ, નણદોયા ફારૂક આદમભાઇ માકડ, બીજી નણંદ ઝેબા અકરમ ખલીયાણી અને નણદોયા અકરમ નઝીરભાઇ ખલીયાણી સામે ગુનો નોંધ્યો છે.

હીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે વસીમ સાથે મારા બીજીવારના લગ્ન છે, વસીમના પણ આ બીજા લગ્ન છે. અમારે સંતાનમાં એક દિકરો સાડા ત્રણ વર્ષનો છે. ચાર વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ અમારા લગ્ન થયા છે. ત્યારે અમે સંયુકત પરિવારમાં રહેતાં હતાં. બે મહિના મને સારી રીતે રાખી હતી. એ પછીથી સાસુ અને સસરાએ કરિયાવર માટે મેણાટોણા ચાલુ કર્યા હતાં. નણંદો અને નણદોયા પણ ઘરે આવી એક બીજાને ચડામણી કરી માર ખવડાવવા માંડ્યા હતાં.

એક દિવસે હું મારા પતિ વસીમને બીજી સ્ત્રી વસીમ સાથે વાત કરતો જોઇ જતાં તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારા દિકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પતિએ હું તો સમીમ સાથે સંબંધ રાખીશ જ, તને ન ગમે તો તારા માવતરે જતી રહે તેવું કહી દીધું હતું. મારો અને પુત્રનો જીવ જોખમમાં હોઇ હું માવતરે આવી ગઇ હતી. એ પછી સમાધાન થતાં ફરી સાસરે આવી હતી. ત્યારબાદ ફરીથી પતિ-સાસરિયાઓએ ફરી ઝઘડો કરી કાઢી મુકી હતી. ત્યારથી હું માવતરે છું. મને પતિએ ઘરખર્ચના પૈસા પણ આપ્યા નથી અને સમાધાન પણ કર્યુ નથી. આથી અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં હીનાબેને જણાવતાં હેડકોન્સ. આર. પી. કથીરીયાએ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(3:54 pm IST)
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST