Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવશે દીપશીખા ચૌધરીના ગીતો : વિડીયો આલ્બમના પોસ્ટરનું વિમોચન

રાજકોટ : યુટયુબ પર જેનો કર્ણપ્રિય કંઠ ખૂબ લોકપ્રિય બન્યો છે તેવા દીપ શિખા ચૌધરી ના વિડિયો આલ્બમ સુમધુર ગીતના પોસ્ટરોનું રાજકોટમાં વિમોચન થયું તે પ્રસંગની તસવીરમાં દેશ વિદેશની ગેલેરીઓમાં જેના અદભૂત ચિત્રો ગુજરાતને ગૌરવ બક્ષી રહ્યા છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. દીપશિખા ચૌધરી ને જગદીશભાઈ ગણાત્રા પરિવાર તથા જાણીતા મહિલા અગ્રણી રીટાબેન કોટક જીતુભાઈ ગોટેચા અને ભરતભાઈ બારાઇ તથા આલાપ બારાઇ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગોલ્ડન ગ્રીન પાર્ક ઇન્ડસ્ટ્રીઝ ઘનશ્યામ મિશ્રાજી ને ત્યાં કોરોના પરિસ્થતિ ધ્યાને લઈ સાદગી સાથે તમામ બાબતો ના પાલન સાથે થયુ હોવાનું જણાવાયુ છે.

(3:52 pm IST)