Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મ.ન.પા.માં કોંગી આગેવાનો - પોલીસ વચ્ચે ઝપાઝપી : ૧૧ની અટકાયત

મ.ન.પા.ના ડે.કમિશનરને હોકી ભેટ આપી તંત્રની બેવડી નીતિનો કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ દર્શાવવા યોજેલ કાર્યક્રમ વખતે પોલીસે રણજીત મુંધવા, જયપાલસિંહ રાઠોડ, રોહિતસિંહ રાજપૂત સહિતના યુવા આગેવાનોની અટકાયત કરી

મહાનગરપાલિકામાં કોંગ્રેસ એનએસયુઆઇ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકાના ડે.કમિશનર શ્રી સિંઘ દ્વારા હોકી સ્ટીક લઇને રસ્તા પર સોશ્યલ ડીસ્ટન્સીંગ - દબાણ સહિતનો ભંગ કરાનારા લોકો સામે દંડની કાર્યવાહી કરી હતી ત્યારે આ બાબતનો સકારાત્મક વિરોધ દર્શાવવા આજે કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ ડે. કમિશનરશ્રીને હોકી સ્ટીક ભેટ આપી અને ભાજપ દ્વારા યોજાતા સંમેલનો તથા રેલીમાં થતા સોશ્યલ ડીસ્ટન્સના ભંગ સબબ હોકી સ્ટીક દેખાડીને દંડનીય કાર્યવાહી કરવા સૂચન આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ તે પૂર્વે જ પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોને અટકાવતા સ્થળ પર પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઝપાઝપી થયેલ બાદમાં પોલીસે ૧૧ કાર્યકરોની અટકાયત કરી હતી.

આ અંગે કોંગ્રેસની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે,

રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સિંઘ સાહેબ ગઈકાલે રાજકોટના જાહેરમાર્ગો પર સરકારી નિયમોનુ ઉલ્લંઘનો કરનારને દંડવા હોકીસ્ટીક લઈને નિકળ્યા હતા. બીજી તરફ ગઈકાલે યુવા ભાજપની બાઈકરેલીમા નિયમોના ધજાગરા ઉઠ્યા છતા ત્યા તંત્ર કંઇ ન કરી શકયું.

ગઈકાલે લારી-ગલ્લા વાળાઓને, ગરીબ ધંધાર્થીઓને હોકીસ્ટીકથી ખોટો ખોફ બતાવી દંડ્યા છે ત્યારે આ અધિકારી એવા પાણીયારા હોય તો ભાજપની રેલીમા કાર્યવાહી કરી હોય તો અમે સાહેબનુ સન્માન કરવાના હતા.પંરતુ આવી રીતે સામાન્ય પ્રજાને દંડ કરી આ અધિકારી શુ સાબિત કરવા માંગે છે ?? રાજકોટમા કરોડોની જમીનો પર બિનકાયદેસર રીતે દબાણ છે ત્યાં દબાણ હટાવાશે ? કલાસ-વન અધિકારીઓ ગેરબંધારણીય રીતે હાથમા ધોકા-સ્ટીકો લઈને નિકળશે તે કેટલુ વ્યાજબી ? શુ મહાનગરપાલિકામા વિજીલન્સ ટીમ ન હતી તો પોતે હોકીસ્ટીક લઈને નિકળવુ પડ્યુ ? પોલીસ આ અધિકારી પર કાર્યવાહી કરશે કે કેમ ? તેવા સવાલો સાથે

ડેપ્યુટી કમિશ્નરના ગેરબંધારણીય ખોફ ઉભો કરી કાર્યવાહી કરવાના વિરોધમા NSUI અને યુવક કોંગ્રેસ હોકી-સ્ટીક અને બેઝબોલ સ્ટીક લઈ મહાનગરપાલિકાએ ભેટ આપવા પહોચ્યા હતા. કાર્યકરો ઉગ્ર દેખાવો કરતા પોલીસનો મોટો બંદોબસ્ત હોવાથી ગેટ બંધ કરી દેવાતા ધક્કામુક્કી સાથે ગેટ પર ચડી દેખાવો કર્યા હતા.જો કે પોલીસે ઝ્રપ્ઘ્દ્ગચ રજુઆત કરવા ના જવા દેતા કાર્યકરો રોડ બેસી ઉગ્રવિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

આ કાર્યક્રમમાNSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, અભિ તલાટીયા, મીત પટેલ, મૌલેશ મકવાણા, યશ વાળા, હર્ષ આશર, ભાવેશ પટેલ, ચિરાગ બારડ, હુસેન હીરાણી સહીત જોડાયા હતા.

(3:49 pm IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST